વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા અમદાવાદની સ્કૂલમાં પેપર લીક ધાબા પર રચાયું હતું કાવતરું જુઓ ફોટાઓ - khabarilallive    

વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા અમદાવાદની સ્કૂલમાં પેપર લીક ધાબા પર રચાયું હતું કાવતરું જુઓ ફોટાઓ

મહેસાણા જિલ્લામાં 79 પરીક્ષા કેન્દ્રો પર રવિવારે વન રક્ષકની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં ઉનાવા મીરા દાતાર હાઇસ્કુલમાં પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, વહીવટી તંત્ર દ્વારા ઉમેદવાર પાસેથી સાહિત્ય પકડાયું હતું અને કોપી કેસની ઘટના સ્વીકારી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ સમગ્ર મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, મોબાઈલમાં ફોટો પાડવામાં આવ્યો હતો, ત્યારબાદ પેપર સોલ્વ કરાયું હતું. આ સોલ્વ કરેલું પેપર ચોક્કસ પરિક્ષાર્થીઓને ફાયદો કરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

જેમાં 8 સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં ગઈકાલે પોલીસે 5 લોકોની અટકાયત કરી હતી. ત્યારે આ મામલે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.

આ ઘટનામાં શાળાનો શિક્ષક રાજુ ચૌધરએ, પરિક્ષાર્થી મૌલિક ચૌધરી, જગદીશ ચૌધરી અને મનીષા ચૌધરીને મદદ કરવા માટે 26 માર્ચના રોજ પ્લાન ઘડ્યો હતો. પ્લાન પ્રમાણે સ્કૂલના પટાવાળાનો સંપર્ક કરી સ્કુલના ધાબા પર પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું. લક્ષ્મીપુરા ગામના ચૌધરી સુમિતને સ્કૂલના ધાબા પર પરીક્ષા પહેલા બેસાડવામાં આવ્યો હતો. જેણે પેપર સોલ્વ કર્યું અને કાપલીઓ ફરતી થઇ.

સવારે 9 કલાકે શાળાના શિક્ષક રાજુ ચૌધરીએ પોતાના બાઈક પર સુમિત ચૌધરીને સ્કૂલમાં લાવી પ્રવેશ કરાવ્યા બાદ સ્કૂલના ધાબા પર બેસાડ્યો હતો. ત્યારબાદ અન્ય ઉમેદવાર 12 કલાકે પરીક્ષા આપવા આવ્યા હતા.

જેમાં રૂમ નંબર 7માં પરીક્ષા સુપરવાઈઝર અલ્પેશ કાંતિભાઈ પટેલ હાજર હતા. એ દરમિયાન સ્કૂલના પટાવાળા ઘનશ્યામ પટેલે રૂમમાં જઈને ગેરહાજર પરિક્ષાર્થીઓના પેપરના ફોટો પોતાના મોબાઇલમાં પાડ્યા હતા.

બાદમાં શિક્ષક રાજુ ચૌધરીના કહ્યા મુજબ ફોનમાં પડેલા પેપરના ફોટો સુમિત ચૌધરીના મોબાઈલ ફોનમાં વોટ્સઅપથી મોકલ્યા હતા. સુમિત ચૌધરીએ જવાબો એક કાગળમાં લખી રાજુ ચૌધરીને આપ્યા હતા. રાજુ ચૌધરીએ પટાવાવાને પાંચ કોપી ક્ષેરોક્ષ કરાવવા કહ્યું હતું. રૂમ નંબર 7માં અલ્પેશ પટેલ સુપરવિઝન કરતા હતા, જ્યાં તેમણે ઝેરોક્ષની કોપી મનીષા ચૌધરીને આપી હતી.

શિક્ષક રાજુ ચૌધરીએ ઉમેદવારને કોપી કરાવવા અગાઉ પ્લાન ઘડ્યો હતો. જે મુજબ રાજુ ચૌધરીએ નક્કી કર્યા પ્રમાણે જ્યારે પરીક્ષાર્થી મૌલિક ચૌધરી અને જગદીશ ચૌધરી બપોરના સવાથી દોડ વાગ્યે પાણી પીવાના બહાને દાદરા પાસે આવતા રાજુ ચૌધરીએ પોતાની પાસે રહેલી જવાબ લખેલી કોપી મૌલિક ચૌધરી અને જગદીશ ચૌધરીને આપી હતી.

આ દરમિયાન અન્ય વિદ્યાર્થી રવિ કનુભાઈ મકવાણા પણ પાણી પીવા આવતા તે આ કાપલી જોઈ ગયો હતો. તેણે પણ રાજુ ચૌધરીએ જવાબો લખાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *