આવતા ભેગો જ તૂટી પડશે વરસાદ આ જિલ્લામાં મચાવશે ધમાલ મેઘરાજાની બેટિંગ હવે જોવા જેવી - khabarilallive    

આવતા ભેગો જ તૂટી પડશે વરસાદ આ જિલ્લામાં મચાવશે ધમાલ મેઘરાજાની બેટિંગ હવે જોવા જેવી

નૈઋત્યનું ચોમાસું ગુજરાતની નજીક આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં ચોમાસું ક્યારે દસ્તક દેશે? તેની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાં જોવા મળી રહેલી હલચલ અને તેની ગુજરાતના હવામાન પર અસરની વાત કરી. સાથે જ તેમણે ગુજરાતમાં ચોમાસાના આગમન અને ક્યાં સુધી ચોમાસું સક્રિય રહેશે, તે અંગે પણ તારીખો સાથે અનુમાન વ્યક્ત કર્યું છે.

તેમના મતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર હશે. સાથે જ જૂન અને જુલાઇમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે, તે અંગે પણ તેમણે જણાવ્યું છે. ચોમાસું સમય કરતાં ત્રણ દિવસ જેટલું વહેલું ચાલી રહ્યું છે. અત્યારે ચોમાસું કર્ણાટકના ઉત્તર ભાગ સુધી પહોંચી ગયું છે અને હવે માત્ર 36થી 48 કલાકની અંદર મહારાષ્ટ્રમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે.

અત્યારે જે રીતે ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે. તેની સાથે અરબ સાગરમાં લો પ્રેશર તૈયાર થઇ રહ્યું છે અને આ લો પ્રેશર, વેલમાર્ક માર્ક લો પ્રેસરમાં આજે મોડી રાત્રે ફેરવાય તેવી પૂરી શક્યતાઓ છે. આ વેલમાર્ક લો પ્રેસર ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં જાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે.

આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગરમી અને ઉકળાટમાં પણ વધારો નોંધાશે. જે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ નથી તે વિસ્તારોમાં આજથી એક ડિગ્રી તાપમાનમાં વધારો થયો હશે. આ તાપમાન 11 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન ફરીથી 40 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે. તે તમામ વિસ્તારોમાં એક બે દિવસમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. 9થી 13 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઇ શકે છે. તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે.

9થી 13 દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. 13 અથવા 14 જૂને નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરી શકે છે. ગુજરાતમાં વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થશે.

વલસાડ અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં 13 અથવા 14 તારીખથી ચોમાસાની શરૂઆત થઇ શકે છે. આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી હશે. ધોધમાર વરસાદ સાથે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે. 25થી 27 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાતના બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારને કવર કરી લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *