મુંબઈમાં શરૂ થયો વરસાદ બસ થોડાક દી બાકી પછી ગુજરાતમાં પણ ધમધમશે વરસાદના કડાકા ને ભડાકા - khabarilallive    

મુંબઈમાં શરૂ થયો વરસાદ બસ થોડાક દી બાકી પછી ગુજરાતમાં પણ ધમધમશે વરસાદના કડાકા ને ભડાકા

ચોમાસા ની દસ્તક પહેલા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ની એન્ટ્રી થઈ છે. મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ગુરુ તેઘ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેને લઈ મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાથે જ દાદર અને માટુંગાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

તો આ તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 જૂન સુધીમાં મુબંઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી શકે છે. જેને લઈ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે.દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા પહોંચ્યું છે. જ્યાંથી હવે 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચશે. જે બાદ ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

મુંબઈગરાઓને ટૂંક સમયમાં આકરી ગરમી અને તડકાથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગોવામાં ચોમાસું આવી ગયું છે અને આગામી 4 થી 5 દિવસમાં મુંબઈમાં પણ ચોમાસું બેસી જવાની શક્યતા છે. નવી મુંબઈમાં છેલ્લા બે દિવસથી પ્રિ મોન્સુન વરસાદ પડી રહ્યો છે, પરંતુ મુંબઈગરાઓને હજુ પણ કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મુંબઈનું મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 60 ટકા અને રાત્રે 68 ટકા નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે, પરંતુ હવે ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે.

પ્રાદેશિક હવામાન વિભાગના નિર્દેશક સુનીલ કાંબલેએ જણાવ્યું કે ગોવામાં ચોમાસું બેસી ગયું છે. જો સ્થિતિ અનુકુળ રહેશે તો આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું મુંબઈમાં આવી જશે. રાજ્યના અનેક ભાગોમાં પ્રિ મોન્સુન વરસાદ પડી રહ્યો છે.

હવામાનશાસ્ત્રી રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે નવી મુંબઈમાં પ્રિ મોન્સુન શરૂ થઈ ગયું છે, આજે મુંબઈમાં પણ પ્રિ મોન્સુન વરસાદ પડે તેવી શક્યતા છે. હાલના સમીકરણને જોતા એવું લાગે છે કે ચોમાસું 10 જૂને મુંબઈમાં ધસી આવશે.મુંબઈમાં રાત્રિના તાપમાનમાં રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા 18 દિવસોમાંથી 16 દિવસમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે, જ્યારે 3 જૂને તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.

આવનાર 3-4 દિવસોમાં કર્ણાટક, દક્ષિણ મહારાષ્ટ્રના, તેલંગાણા અને તટીવ આંધ્ર પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશામાં મોનસૂનના આગળ વધવાની પરિસ્થિતિઓ અનુકૂળ છે. ત્યાં જ પૂર્વોત્તર અસમ પર એક વાવાઝોડુ બની રહ્યું છે. બંગાળની ખાડીથી પૂર્વોત્તરના રાજ્યો સુધી ભારે પવન ફૂકાશે.

તેની અસરથી આવનાર 7 દિવસ દરમિયાન અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજ વિજ સાથે વરસાદ પડવા અને વિજળી પડવા સાથે ભારે પવન ફૂકાઈ શકે છે. સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *