પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ગોળી મારનાર વ્યક્તિએ આપી ચોકાવનારી જાણકારી - khabarilallive
     

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ગોળી મારનાર વ્યક્તિએ આપી ચોકાવનારી જાણકારી

 પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન ને પગમાં ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે ખતરાની બહાર છે. ઈમરાન પર આ હુમલો આઝાદી માર્ચ દરમિયાન થયો હતો. ત્યારબાદ ઈમરાન પર હુમલો કરનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

હવે હુમલાખોરની કબૂલાત પણ આવી ગઈ છે. હુમલાખોરે ઈમરાન ખાન પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા ન્યૂઝ એજન્સી એએફપીએ હુમલાખોરના મોતની જાણકારી આપી હતી. આ હુમલામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.

હુમલાખોરે કહ્યું છે કે, ‘હું ઈમરાનને મારવા આવ્યો હતો, કારણ કે તે લોકોને ગેરમાર્ગે દોરતો હતો.’ હુમલાખોરે કહ્યું કે આ લોકો અજાનના સમયે ડીએસી (ઓડિયો સિસ્ટમ) લગાવીને અવાજ કરતા હતા. મને આ વાત ગમતી ન હતી. હું એકલો છું અને મારી પાછળ કોઈ નથી. તેણે લાહોર (આઝાદી માર્ચ) છોડ્યું તે દિવસથી હું તેનો પ્રયાસ કરી રહ્યો હતો. હું બાઇક પર એકલો આવ્યો હતો. હુમલાખોરે જણાવ્યું કે તેણે તેના કાકાની દુકાન પર બાઇક પાર્ક કરી છે.

ખબર છે કે ઈમરાન શાહબાઝ શરીફ સરકારનો વિરોધ કરી રહ્યા હતા. તેમણે 28 ઓક્ટોબરે લાહોરથી આઝાદી માર્ચની શરૂઆત કરી હતી. જગ્યાએ જગ્યાએ રેલી કરીને ઈમરાન જનતાને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *