ઇમરાન ફરિ ફસાયો ભારતે ભૂલથી છોડેલી મિસાઈલ નો બદલો લેવા પાકિસ્તાને પણ છોડી મિસાઈલ પછી થઇ ગયું સુરસુરિયું
9 માર્ચે આકસ્મિક રીતે પાકિસ્તાનમાં પડી ગયેલી ભારતીય મિસાઈલ અંગે પાકિસ્તાને ભારતને જવાબ આપવાનો પ્રયાસ નાકામ રહ્યો. પાકિસ્તાનમાં સિંધના જામશોરોના આસામમાં ગુરુવારે બપોરે 12 વાગ્યે સ્થાનિક લોકોએ એક અજાણી વસ્તુ જોઈ. તે
એક મિસાઈલ હતી, જેને પાકિસ્તાન દ્વારા સિંધમાં તેની ટેસ્ટ રેન્જમાંથી છોડવામાં આવી હતી. TEL (ટ્રાન્સપોર્ટર ઇરેક્ટર લૉન્ચર) ની ખામીને કારણે સવારે 11 વાગ્યા માટે નિર્ધારિત પરીક્ષણ એક કલાક માટે મુલતવી રાખવામાં આવ્યું હતું. આખરે બપોરે 12 વાગ્યે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.પ્રક્ષેપણની થોડીક સેકન્ડ બાદ મિસાઈલ પાથ પરથી ભટકતી જોવા મળી હતી એટલે કે મિસાઇલ ટેસ્ટ ફેઇલ ગઇ હતી.
‘ભારતને જવાબ આપવાનો પ્રયાસ’પાકિસ્તાની સમાચાર એજન્સી ધ કોન્ફ્લિક્ટ ન્યૂઝ પાકિસ્તાને કહ્યું કે, ભારત દ્વારા આકસ્મિક રીતે છોડવામાં આવેલી મિસાઈલનો જવાબ આપવાના પ્રયાસમાં પાકિસ્તાન દ્વારા આ મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યું હોઈ શકે છે. તો કોન્ફ્લિક્ટ ન્યૂઝ પાકિસ્તાને ટ્વિટ કર્યું હતું કે પાકિસ્તાને અગાઉની ભારતીય બ્રહ્મોસ મિસાઈલનો બદલો લેવા મિસાઈલનું પરીક્ષણ કર્યું.
પાકિસ્તાની મિસાઈલ તેના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી અને નજીકમાં પડી.” તો પાકિસ્તાનના અન્ય એક ન્યૂઝ ચેનલના જણાવ્યાનુસાર “વિમાન, રોકેટ કે એવું કંઈક” પડ્યું હોવાના અહેવાલો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મહત્વનું છે કે ભારત દ્વારા મિસાઇલની નિયમિત જાળવણી અને નિરીક્ષણ દરમિયાન સાંજે લગભગ 7 વાગે અકસ્માતે એક મિસાઈલ છોડવામાં આવી હતી જે પાકિસ્તાનમાં પડી હતી.
પાકિસ્તાનના વહીવટીતંત્રએ દાવા નકાર્યાપાકિસ્તાનની કેટલીક ન્યૂઝ ચેનલોએ આ ઘટનાને કવર કરી હતી, પરંતુ ઈમરાન સરકારના તમામ અધિકારીઓ આ મામલે મૌન છે. સ્થાનિક વહીવટીતંત્રે આવા દાવાને નકારી કાઢતા કહ્યું કે તે નિયમિત મોર્ટાર ટ્રેસર રાઉન્ડ છે જે નજીકથી ફાયર કરવામાં આવ્યું હતું. જો કે મહત્વની વાત તો એ છે કે વધુમાં વધુ 5 કિમીની રેન્જવાળા મોર્ટારમાં આટલા ઊંચા ટ્રેસર પ્રોજેક્ટાઈલ મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે