ઓસ્ટ્રેલિયા ના ક્રિકેટર મેક્સવેલ બન્યા ભારતના જમાઈ છોકરીનું નામ અને કામ સાંભળીને વિચારમાં પડી જશો

ઓસ્ટ્રેલિયા અને IPLના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ગર્લફ્રેન્ડ વિની રમણ સાથે લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે વિની ભારતીય છે તેના કારણે હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સ્ટાર ભારતનો જમાઈ બની ગયો છે. વિની અને મેક્સવેલે એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા છે.

કોણ છે વિની રમણ?
ગ્લેન મેક્સવેલની ફિયાન્સી વિની રમણ મૂળ ભારતીય છે. વિની મેલબર્નમાં રહે છે, જે એક ફાર્માસિસ્ટ છે. મેક્વેલ અને વિની સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અનેક વખત સ્ટેડિયમમાં વિનીને મેક્સવેલ માટે ચીયર કરતા પણ જોવા મળી છે.

થોડાં સમય પહેલાં જ વિનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના સંબંધને લઈને ઘણાં જ ખુલાસાઓ કર્યા છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તે પહેલી વખત ગ્લેનથી 7 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2013માં મળ્યા હતા.

વિની રમણ અને ગ્લેન મેક્સવેલ વચ્ચે પહેલી મુલાકાત બિગ બેશ લીગમાં મેલબર્ન સ્ટાર્સના એક ઈવેન્ટમાં થઈ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને મુલાકાત શરૂ થઈ. જો કે બંનેએ વર્ષ 2018માં એક-બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

વિનીએ જણાવ્યું કે ગ્લેન જ હતા જેને પોતાના દિલની વાત પહેલાં કરી હતી. વિનીએ તેમ પણ જણાવ્યું કે ગ્લેન ઘણો જ ગુસ્સાવાળો છે જ્યારે વિની ઘણી જ ઈમોશનલ છે.

મેક્સવેલને માનસિક બીમારી સમયે વિનીએ ખૂબજ સાથ આપ્યો હતો.મેક્સવેલ ઘણાં લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહ્યાો હતો. સૂત્રોનું માનવામાં આવે તે મેક્સવેલ માનસિક રીતે થોડો બીમાર હતો અને આ કારણે જ તે ક્રિકેટથી દૂર રહ્યો હતો. મેક્સવેલની માનસિક સ્થિતિ સમયે વિનીએ તેને ઘણો જ સપોર્ટ આપ્યો હતો.

 

અને તે એકલી જ હતી કે જેને ગ્લેનને આ અંગે વાત કરવાનું કહ્યું હતું. આ અંગે ગ્લેને પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વિનીએ જ મને આ અંગે વાત કરવાની સલાહ આપી હતી, જેના માટે મેં તેને થેન્ક્યૂ કહ્યું હતું. વિની સાથે આ અંગે વાત કર્યા બાદ મને એવું લાગ્યું કે જાણે મારા ખભ્ભા પરથી કોઈ બોજ ઉતરી ગયો. મને તે સમયે બહાર કાઢવામાં વિનીએ ઘણો જ મોટો રોલ ભજવ્યો હતો.

સગાઈના એક વર્ષની ઉજવણી પણ કરી હતી
ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટર ગ્લેન મેક્સવેલ ઘણાં સમયથી ભારતીય મૂળની વિની રમણને ડેટ કરી રહ્યાં હતા. ઘણાં વર્ષો સુધી રિલેશનશિપ પછી બંનેએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં સગાઈ કરી હતી. ગ્લેન મેક્સવેલ અને વિની રમણે ભારતીય પરંપરા મુજબ સગાઈ કરી હતી.

ટૂંક સમયમાં જ બંને લગ્ન કરવાના છે. સગાઈ ભારતીય રંગમાં થઈ હતી, અને મેક્સવેલ શેરવાનીમાં જોવા મળ્યો હતો. ગ્લેનનો ઈન્ડિયન અવતાર તેના ફેન્સને ઘણો જ પસંદ આવ્યો હતો. વિની રમણ સાથે લગ્ન કર્યા બાદ મેક્સવેલ શોન ટેટ પછી બીજો ઓસ્ટ્રેલિયા ખેલાડી બની ગયો છે, જેને ભારતીય મૂળની યુવતીને પોતાની દુલ્હન બનાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *