હાર માની લો નહીતો પરિણામ હવે બહુ ખરાબ આવશે યુદ્ધના 24 માં દિવસે જેલેન્સ્કીએ મારી દહાડ - khabarilallive
     

હાર માની લો નહીતો પરિણામ હવે બહુ ખરાબ આવશે યુદ્ધના 24 માં દિવસે જેલેન્સ્કીએ મારી દહાડ

રશિયા સામેના યુદ્ધના 24મા દિવસે પણ યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ડગ્યા નથી અને તેમનું મનોબળ પહેલા જેવું જ છે.ઝેલેસ્કીએ હવે પુતિનને સ્પસ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે રશિયા તેની વાત માની જાય, અન્યથા તેને પેઢીઓ સુધી પરિણામ ભોગવવું પડશે. તેમણે કહ્યું કે રશિયા પાસે એકમાત્ર રસ્તો છે કે તે વાતચીતના માર્ગે આવે. 

રશિયા યુદ્ધનો અંત નહીં લાવે તો પેઢીઓ સુધી ભોગવશે પરિણામ  ઝેલેન્સ્કીએ શનિવારે ચેતવણી આપી હતી કે આ રણનીતિ સફળ નહીં થાય અને જો રશિયા યુદ્ધનો અંત નહીં લાવે તો તેને લાંબા ગાળે નુકસાન થશે.

ઝેલેન્સ્કીએ રાષ્ટ્રને આપેલા પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે આ સંપૂર્ણપણે જાણી જોઈને કરવામાં આવેલું પગલું છે. માત્ર તમારા માટે જ તસવીર છે કે મોસ્કોના તે સ્ટેડિયમમાં 14,000 શબ છે અને હજારો લોકો ઘાયલ છે. અત્યાર સુધીના યુદ્ધમાં રશિયાને આ કિંમત ચૂકવવી પડી છે. 

ઝેલેન્સ્કીએ વીડિયો સંદેશ જારી કરીને આપી ધ મકી  ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે હવે વિલંબ કર્યા વિના વાત કરવાનો સમય આવી ગયો છે. “હું ઇચ્છું છું કે અત્યારે દરેક જણ મારી વાત સાંભળે. વિશેષ તો મોસ્કોમાં લોકોએ મને સાંભળવો જોઈએ.

હવે મળવાનો સમય આવી ગયો છે, હવે વાત કરવાનો સમય આવી ગયો છે, હવે સમય આવી ગયો છે કે યુક્રેન માટે પ્રાદેશિક અખંડિતતા અને ન્યાય પુનઃસ્થાપિત કરવામાં આવે, નહીં તો રશિયાને એવું નુકસાન થશે કે તેની અસર ઘણી પેઢીઓ પર પડશે.

રશિયાએ પહેલી વાર છોડી સુપર હાઈપરસોનિક મિસાઈલ  રશિયાએ શુક્રવારે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં પોતાની લેટેસ્ટ કિંજલ હાઇપરસોનિક મિસાઇલોથી પહેલીવાર યુક્રેન પર હુ મલો કર્યો હતો, જેમાં રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે રશિયન સેનાએ આ મિસાઇલનો ઉપયોગ પશ્ચિમી યુક્રેનમાં હથિયાર સ્ટોરેજ સાઇટને નષ્ટ કરવા માટે કર્યો છે.

40 યુક્રેની સૈનિકોના મો ત રશિયાએ કરેલા મિસાઈલ હુમલામાં 40 યુક્રેની સૈનિકોના મો ત થયા છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી 112 બાળકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *