જેનો ડર હતો એજ થયું પુતિન થી કંટાળીને તેનાજ અંતરિક્ષ યાત્રીઓ એ કરી નાખ્યું એવું કામ હવે થશે યુક્રેનની જીત
રશિયાના રશિયન અવકાશયાત્રી યુક્રેનને સમર્થન આપતા દેખાયા. આ તમામ મુસાફરો યુક્રેનના ધ્વજના રંગમાં રંગાયેલા કપડા પહેરીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા.આ ત્રણ રશિયન અવકાશયાત્રીઓના નામ છે સોયુઝ કેપ્સ્યુલ કમાન્ડર ઓલેગ આર્ટેમિયેવ, ડેનિસ માત્વીવ અને સર્ગેઈ કોર્સાકોવ.
અવકાશયાનના પ્રક્ષેપણના ત્રણ કલાક પછી તમામ મુસાફરો પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. યુક્રેન પર આક્રમણને લઈને અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવ વચ્ચે તેમનું આગમન થયું છે.
જ્યારે આ મુસાફરો સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે તેઓ બધા યુક્રેનિયન ધ્વજના રંગો જેવા જ પીળા અને વાદળી રંગના પોશાક પહેરેલા હતા. યુદ્ધ છતાં અમેરિકા અને રશિયાની ભાગીદારીનું આ સ્પેસ મિશન છેલ્લા 20 વર્ષથી સતત ચાલી રહ્યું છે.
3 અવકાશયાત્રીઓના ભ્રમણકક્ષામાં પહોંચવા બદલ રશિયાના મિશન કંટ્રોલર દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ત્રણેય અવકાશયાત્રીઓ પ્યોટર ડુબ્રોવ, એન્ટોન શકાપ્લેરોવ અને અમેરિકન અવકાશયાત્રી માર્ક વાંદેનું સ્થાન લેશે. આ લોકો 30 માર્ચે પૃથ્વી પર પાછા ફરશે.