બોટાદમાં છવાયો માતમ એક સાથે 31ના મોત એ રાજ્યને હચમચાવી મૂક્યું - khabarilallive    

બોટાદમાં છવાયો માતમ એક સાથે 31ના મોત એ રાજ્યને હચમચાવી મૂક્યું

બરવાળામાં લઠ્ઠાકાંડના કારણે મૃત ક લોકોના પરિવારમાં મો તનો મા તમ છવાયો છે. રોજિદ ગામમાં એકસાથે 5 લોકોના અ ગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. એમાંય ગામમાં ચિતા ખૂટી પડતા પરિવારજનો જમીન પર અગ્નિ સંસ્કાર કરવા મજબૂર બની ગયા છે. તમને જણાવી દઇએ કે, આ ગામમાં લ ઠ્ઠાકાંડની અંદર કુલ 9 લોકો એકસાથે મો તને ભેટ્યાં છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં આ લ ઠ્ઠાકાંડમાં કુલ 31 લોકોના મો ત થયા છે.

વધુમાં આ ઘટનાને લઇને તમને જણાવી દઇએ કે બોટાદ લ ઠ્ઠાકાંડ મામલે પિન્ટુ નામના આરોપીની ધર પકડ કરી લેવાઇ છે. જેને જયેશ પાસેથી કે મિકલ લઈને અન્ય બુટલેગરોને કેમિ કલ આપ્યું હતું. જયેશે પીન્ટુને ફેક્ટરીમાંથી કેમિ કલ આપ્યું હતું કે જેને પીન્ટુએ બરવાળા અને ધંધુકાના બુટલેગરોને આપ્યું હતું.

બરવાળા અને ધંધુકા નજીકના ત્રણ ગામમાં લોકોના મૃ ત્યુ કથિત લઠ્ઠાકાંડમાં કુલ મૃત્યુઆંક વધીને 31 થયો છે. જેમાં બરવાળા અને ધંધુકા નજીકના ત્રણ ગામમાં લોકોના મૃત્યુ થયા છે. જેમાં વહિયા, ભીમનાથ અને ખરાડમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.  જેમાં સૌથી વધારે રોજીદ ગામમાં 9 લોકોના મૃત્યુ થયા છે.

બોટાદ લઠ્ઠાકાંડ મામલે ધંધુકાના ધારાસભ્ય બરવાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ ગોહિલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જ્યાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘સરકાર રોજિંદ ગામમાં કડક કાર્યવાહી કરે. અત્યાર સુધી તંત્રએ કોઇ કાર્યવાહી નથી કરી. સરકારને જગાડવા માટે અનેક પ્રયાસો કરાયા. સરકાર દારૂબંધીનો કડક અમલ કરાવે.

 બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડ મુદ્દે સૌથી મોટો ખુલા સો થયો છે. લઠ્ઠાકાંડને લઈ ગુજરાત ATS અને ક્રાઈમબ્રાં ચની સઘન તપાસ ચાલુ છે. જે બાદમાં હવે લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં બુટલેગરે કેમિકલમાં પાણી નાંખીને વેંચી દીધા બાદ આ ઘટના સામે આવી છે. આ તરફ હવે પોલીસ તમામ આરો પીઓ સામે હ ત્યાનો ગુનો નોંધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *