ગુજરાતમાં પધરામણી કરશે મેઘરાજા ભારે પવન સાથે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ - khabarilallive
     

ગુજરાતમાં પધરામણી કરશે મેઘરાજા ભારે પવન સાથે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ

રાજ્યના હવામાન વિભાગના તરફથી 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી થઈ ગઈ છે. જાણવા જેવું છે કે આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બાજુ  વધારે આવશે

દરિયામાં વધુ એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે.તો આ તરફ પગલે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  મેઘો ધોધમાર વરસતા 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.

આ સાથે અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. ત્યારે ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સાથે મહારાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે. બીજી તરફ મુંબઈમાં વરસાદને કારણે આજે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. આજે ઉત્તરાખંડના દેહરાદૂનમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દરમિયાન 126 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ સિનોર, ડેડિયાપાડા અને સુત્રાપાડમાં 2 ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.જ્યારે વડોદરામાં 1.75 ઈંચ, નાંદોદમાં 1.5 ઈંચ, સાગબારામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.25 ઈંચ, ગરુડેશ્વરમાં 1.25 ઈંચ, પાદરામાં 1.25 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ, ફતેપુરામાં 1 ઈંચ, વાગરામાં 1 ઈંચ જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા વરસાદ નોધાયો હતો.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *