તારક મહેતાની આ એક્ટ્રેસ એ કરી લીધા બીજા લગ્ન નામ સામે આવતા જ લોકો હેરાન રહી ગયા - khabarilallive    

તારક મહેતાની આ એક્ટ્રેસ એ કરી લીધા બીજા લગ્ન નામ સામે આવતા જ લોકો હેરાન રહી ગયા

છેલ્લા દોઢ દાયકાછી લોકોનું મનોરંજન કરી રહેલો ફેમિલી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે પણ દર્શકોની પહેલી પસંદ છે. લોકો આ શોની દરેક કાસ્ટને ખૂબ પ્રેમ આપે છે. જો તમે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ફેન છો, તો તમારા માટે સારા સમાચાર છે. આ શોની એક એક્ટ્રેસે હાલમાં જ લગ્ન કરી લીધા.

એક્ટ્રેસના લગ્નનો વિડીયો સામે આવતાની સાથે જ ફેન્સ ખૂબ જ ખુશ થઇ રહ્યા છે. આ વિડીયોમાં અભિનેત્રીનો પતિ તેની માંગમાં સિંદૂર ભરતો જોવા મળી રહ્યો છે. આ એક્ટ્રેસ એટલે બબીતા બનતી મૂનમૂન દત્તા નહીં પણ અન્ય અભિનેત્રી છે. જે હવે શોમાં દેખાતી નથી.

અગાઉ તારક મહેતામાં ટપુ સેના સાથે દેખાતી રીટા રિપોર્ટર એટલે એભિનેત્રી પ્રિયા આહુજાએ તાજેતરમાં એક વીડિયો વાયરલ કર્યો. જેમાં તેનો પતિ સેથીમાં સિંદૂર પુરતો દેખાઇ રહ્યો છે. સાથે તેણે લખ્યું કે બીજા લગ્ન.

વાસ્તવમાં આ તસવીર રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજાએ ગયા વર્ષે કરેલા બીજા લગ્નની છે. અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દિગ્દર્શક અને પતિ માલવ રાજદા સાથે ફરીથી લગ્ન કર્યા હતા. ગત વર્ષે 19 નવેમ્બરના રોજ પ્રિયા આહુજા અને માલવ રાજદાના લગ્નના 10 વર્ષ પૂરા થયા હતા.

ત્યારે આ ખાસ પ્રસંગે બંને ફરી એકવાર એકબીજાને આપેલા વચનોને યાદ કરવા માંગતા હતા. પોતાના લગ્નના દિવસોને યાદ કરતા રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ ફરી એકવાર એક વિડીયો શેર કર્યો છે, જે બાદ તે ફેન્સમાં ચર્ચાનો વિષય બની હતી.

19 નવેમ્બર, 2011ના રોજ પ્રિયાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા હતા. દંપતીને ત્રણ વર્ષનો એક પુત્ર પણ છે. ગત વર્ષે લગ્નના 10 વર્ષ પૂર્ણ થવા પર માલવ અને પ્રિયાએ ફરી ધામધૂમથી લગ્ન કર્યા હતા અને લગ્નની દરેક વિધિ ફરીથી પૂરી કરી હતી.

તમને જણાવી દઈએ કે માલવ અને પ્રિયા વચ્ચેના સંબંધોની શરૂઆત શોના સેટ પરથી થઈ હતી. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઇ અને પછી વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *