રાજ્યમાં આ વિસ્તારોમાં 24 કલાક ભારે વરસાદની આગાહી તંત્રએ એરફોર્સ કર્ગો પ્લાન પણ કર્યું મદદ માટે તૈયાર - khabarilallive    

રાજ્યમાં આ વિસ્તારોમાં 24 કલાક ભારે વરસાદની આગાહી તંત્રએ એરફોર્સ કર્ગો પ્લાન પણ કર્યું મદદ માટે તૈયાર

ગાંધીનગર , દાહોદમાં હજુ પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને નર્મદામાં રેડ આપવામાં આવ્યું છે.

આ સિવાય પોરબંદર, જુનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ કલાકમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.

 ભરૂચ જિલ્લામાં તા. 12 અને 13 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ.ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે, 2 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે સતર્ક રહેવું. બિનજરૂરી પ્રવાસ ટાળવા કરી અપીલ.

આગામી 24 કલાકમાં 14 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ ખાબકશે.અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે.પંજાબથી NDRFની 5 ટીમો આવી પહોંચી છે, એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીના સાધનો વડોદરા એરપોર્ટ પર લવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *