ગુજરાતને હજી આટલા દિવસ ધમરોડશે વરસાદ 48 કલાક આ 13 જગ્યાએ હાઈ એલર્ટ - khabarilallive    

ગુજરાતને હજી આટલા દિવસ ધમરોડશે વરસાદ 48 કલાક આ 13 જગ્યાએ હાઈ એલર્ટ

પત્રકાર પરિષદને સંબોધતા ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યના ભરૂચ, છોટાઉદપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 18 ટીમો વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં બચાવ કાર્યમાં લાગેલી છે.

મંત્રીએ કહ્યું કે 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 25 ઘરો અને 11 ઝૂંપડાઓને નુકસાન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજિત 272 પશુઓના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડાપ્રધાને રાજ્યના વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં NDRFની તૈનાતી સહિત તમામ જરૂરી મદદની ખાતરી આપી છે.

રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા 11 જળાશયો તેમજ 90થી 100 ટકાના જળસંગ્રહ ધરાવતા 2 જળાશયો મળી કુલ 13 જળાશયો હાઈએલર્ટ ઉપર, 80થી 90 ટકા જળસંગ્રહ સાથે 8 જળાશયો એલર્ટ પર તથા 70 થી 80 ટકા ભરાયેલા 7 જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ  ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. 

આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 જૂલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજ્યના અનેક ભાગમાં 10થી 15 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તો વળી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 5થી 10 ઇંચ સુધી વરસાદ પદે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *