તારક મહેતાના 3500 એપિસોડ પૂરા થતા જ દયાબેન અને તારક વિશે થયો મોટો ખુલાશો - khabarilallive    

તારક મહેતાના 3500 એપિસોડ પૂરા થતા જ દયાબેન અને તારક વિશે થયો મોટો ખુલાશો

ટીવીના સુપરહિટ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં 3500 એપિસોડ પૂરા કર્યા છે. જેની સમગ્ર ટીમ દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

ટીવીના સુપરહિટ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં 3500 એપિસોડ પૂરા કર્યા છે. જેની સમગ્ર ટીમ દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન, શોમાં નવા નટ્ટુ કાકાની એન્ટ્રી પણ થઈ ચુકી છે. આ બધું થયું એની પહેલાં ઘણા કલાકારોએ શોમાંથી વિદાય પણ લીધી હતી. તેથી હવે શોમાં નવા પાત્રોની એન્ટ્રી અંગે અટકળો ચાલી રહી છે.

જો કે, આ દરમિયાન, એવા અહેવાલો આવ્યા છે કે, તારક મેહતા શોમાં નવા પાત્રોની શોધ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. ઈ-ટાઈમ્સના અહેવાલ મુજબ, શો મેકર્સે હાલના દિવસોમાં નવા પાત્રોની શોધ બંધ કરી દીધી છે અને હવે નવા કલાકારોના ઓડિશન લેવાતા નથી.

તાજેતરમાં, શોના નિર્માતા અસિત મોદીએ પોતે કહ્યું હતું કે, હવે નવી દયાબેનની શોધ થશે. દરમિયાન અભિનેત્રી રાખી વિઝન દયાબેનનું પાત્ર ભજવશે તેવી અટકળો ચાલી રહી હતી. તારક મહેતા શોમાં રાખી નવી દયાબેન તરીકે દેખાઈ રહી હોવાના અહેવાલો હતા. પરંતુ રાખીએ પોતે આ વાતને નકારી કાઢી હતી. 

શોમાં સૌથી વધુ ચર્ચિત પાત્ર તારક મેહતાની પણ રી-એન્ટ્રી થવાની છે. શૈલેષ લોઢા તારક મેહતાનું પાત્ર ભજવી રહ્યા હતા પરંતુ તેમણે પણ શો છોડી દીધો હતો. હવે નવા સ્ટારની શોધ પણ બંધ થઈ ગઈ છે. એવા અહેવાલો છે કે, શોના નિર્માતાઓ હજુ પણ દિશા વાકાણી અને શૈલેષ લોઢાની વાપસી થશે તેવી અપેક્ષા રાખી રહ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *