ઈતિહાસમાં પહેલી વાર બની આવી ઘટના 10 મહિનાની બાળકીને મળી નોકરી કારણ જાણીને જરૂર રહી જશો હેરાન - khabarilallive    

ઈતિહાસમાં પહેલી વાર બની આવી ઘટના 10 મહિનાની બાળકીને મળી નોકરી કારણ જાણીને જરૂર રહી જશો હેરાન

રેલવેએ 10 મહિનાની બાળકીને નોકરી આપીને ઈતિહાસ રચ્યો છે. રેલવેએ પહેલીવાર આટલી નાની ઉંમરના કોઈ અરજદારનુ નોકરી માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જે સમયે આ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ ત્યારે તમામ ભાવુક હતા. વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં પ્રક્રિયા પૂરી કરવામાં આવી. આ ઘટના દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે રાયપુર રેલ વિભાગની છે. 

રેલવેએ રચ્યો ઈતિહાસ રેલવેના રાયપુર વિભાગના ઈતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યારે આવા નાના બાળકની નિમણૂક માટે માઇનોર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ બાળકીને રેલવેની ઓફિસમાં લાવવામાં આવી, બાળકી એટલી મોટી નહોતી કે તે ફોર્મ પર પોતાના હસ્તાક્ષર કરી શકે. બાળકીના અંગૂઠાના નિશાન પણ લેવા મુશ્કેલ હતા. એવામાં અધિકારીઓએ જ પ્રક્રિયા પૂરી કરી. 

માર્ગ દુર્ઘટનામાં માતા-પિતાનુ થયુ હતુ નિધન
જાણકારી અનુસાર બાળકીના પિતા રાજેન્દ્ર કુમાર પીપી યાર્ડ ભિલાઈમાં આસિસ્ટન્ટ પોસ્ટ પર કાર્યરત હતા. રાજેન્દ્ર કુમારનુ 1 જૂને મંદિર હસૌદ નજીક માર્ગ અકસ્માતમાં નિધન થયુ હતુ. જેમાં બાળકીની માતા પણ મોતને ભેટી હતી. જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે બાળકી હતી સાથે હતી પરંતુ તે બચી ગઈ. હવે બાળકીની નિમણૂક માટે રજિસ્ટ્રેશન કરાવાયુ છે. 

સુવિધા શુ મળશે બાળકીનુ નોકરી માટે રજિસ્ટ્રેશન કરાવી દેવાયુ છે. જ્યારે બાળકી સગીર થઈ જશે તો તે ડ્યુટીમાં જોડાઈ શકશે. નોકરીમાં જોડાતા જ તેને પગાર સહિત રેલવેની તમામ સુવિધાઓ મળશે. અત્યારે રેલવે અધિકારીઓએ બાળકીના પરિજનોને તેની યોગ્ય સારસંભાળ અને અભ્યાસ કરાવવા માટે કહ્યુ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *