ગુજરાત ઉપર મેઘરાજા ની થશે મહેરબાની 8 અને 9 તારીખ આ વિસ્તારોમાં છે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી - khabarilallive    

ગુજરાત ઉપર મેઘરાજા ની થશે મહેરબાની 8 અને 9 તારીખ આ વિસ્તારોમાં છે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને આઠમી અને નવમી જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદ પડશે. પાંચ દિવસ દરમિયાન વલસાડ, નવસારી, કચ્છ, જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.

વરસાદની આગાહી: છઠ્ઠી જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, કચ્છ, જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.સાતમી જુલાઈના રોજ ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

દેવભૂમિ દ્વારકા, નવસારી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી. જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે.

આ દિવસે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મોરબી, રાજકોટ, પોરબંદર, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, ભરૂચ, નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી છ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *