ભારે વરસાદના પગલે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક મિટિંગ આ તારીખ સુધી ગુજરાતના આટલા શહેરોમાં એલર્ટ - khabarilallive
     

ભારે વરસાદના પગલે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક મિટિંગ આ તારીખ સુધી ગુજરાતના આટલા શહેરોમાં એલર્ટ

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક મિટિંગ બોલાવી અને તૈયારીઓની સૂચના આપી હતી.

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી સમીક્ષા બેઠક.મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા ર૪ કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી.

હાલ રાજયમાં NDRF ની ૯ ટીમો તૈનાત છે તેમાંથી ગીર સોમનાથ-૧,નવસારી-૧,બનાસકાંઠા-૧,રાજકોટ-૨,વલસાડ-૧,સુરત-૧,ભાવનગર-૧, કચ્છ -૧ માં NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે.એસ.ડી.આર.એફ ની ૧- ટીમ પોરબંદર જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવેલ છે તેની પણ વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. વધુમાં કૃષિ વિભાગના અધિકારીઓએ વાવેતરને લઇને માહિતી આપી હતી.

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, તા. ૭ થી ૧૦ જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.

જામનગરમાં અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના .ગુજરાતમાં મેઘાવી માહોલ વચ્ચે અનેક શહેરોમાં વારસાદ વેરી બન્યો હતો. મોટા ભાગના શહેરોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા અને આગામી સમયમાં પણ અનેક શહેરોમાં એલર્ટ જાહેર કરાયું હતું.

જામનગરમાં 9 અને 10 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરાયું છે. બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના વર્તાઇ રહી છે. અને રેડ એલર્ટ પણ  જાહેર કરાયુ છે ત્યારે રેડ એલર્ટને પગલે પગલે વહીવટી તંત્ર સાબદુ થયું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *