ગુજરાતના આ શહેરમાં મુશળધાર વરસાદ NDRF ટીમ પણ ઉતરી આ જગ્યાએ હજી પણ આ શહેરોમાં જોરદાર આગાહી - khabarilallive      

ગુજરાતના આ શહેરમાં મુશળધાર વરસાદ NDRF ટીમ પણ ઉતરી આ જગ્યાએ હજી પણ આ શહેરોમાં જોરદાર આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં તારીખ 8 જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાનની આ આગાહી વચ્ચે આજે સુરતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. સુરતમાં 6 કલાકમાં 1.75 ઇંચ વરસાદ ખાબક્યો છે તો સાવરકુંડલાની ગોજારો અને નાવલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.

જો કે, અમદાવાદમાં વરસાદ સામાન્ય રહેશે. રાજ્યમાં અત્યાર સુધી 100 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં હજુ વરસાદની 34 ટકા ઘટ છે. રાજ્યમાં વરસાદની ભારે આગાહી વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને  આવતીકાલથી દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

સાવરકુંડલામાં ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ વરસતા સાવરકુંડલાના ભમોદરા, ઠવી, વિરડી, મિતિયાળા અને કૃષ્ણગઢ ગામે વરસાદે રમઝટ બોલાવી. જો કે, ધોધમાર વરસાદના કારણે સાવરકુંડલા ગોજારો નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

સાવરકુંડલા સહિત તાલુકાભરમાં ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલાની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યું. નાવલી નદીમાં સીઝનનું પ્રથમ પૂર આવતા લોકો પૂર જોવા ઉમટી પડ્યા છે. સાવરકુંડલા સહિત તાલુકાભરમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઉપલેટાના ચકલી ચોરા, જવાહર રોડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ઉપલેટાના ઈસરા, વાડલા, સમઢીયાલા, ડુમિયાણી અને મોજીરા ગામમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

બીજી બાજુ સુરતમાં પણ આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં 6 કલાકમાં 1.75 ઇંચ વરસાદ પડ્યો છે. 6 કલાકમાં લગભગ પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે. 6 કલાકમાં ચોર્યાસી તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

અંબાજીમાં પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો આ સાથે રાજકોટના પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં રેસકોર્સ સર્કલ, યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, આમ્રપાલી વિસ્તાર, ભક્તિનગર અને ઇન્દિરા સર્કલ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.

સુરત અને નવસારીમાં NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ એલર્ટ થઇ ગઇ છે. સુરત અને નવસારીમાં 25 સભ્યોની ટીમ આવી પહોંચી છે.હાલ નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

જુનાગઢમાં પણ પ્રથમ વરસાદમાં જ ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. જૂનાગઢની ઓઝત નદી પર આવેલ આણંદ પૂર વિયર ડેમ છલકાયો છે. જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો ડેમ ઓવર ફ્લો થઇ ગયો છે. મનપાના અધિકારીઓએ ડેમ પર જઇ પાણીની આવકના વધામણા કર્યા છે.

આ સાથે દ્વારકા જિલ્લામાં ખંભાળિયા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે રમઝટ બોલાવી છે. દ્રારકાના માંઝાં, રામનગર અને ભટ ગામમાં વરસાદે રેલમછેલ કરી દીધી છે. દ્રારકાના કોલવા અને શકિતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *