આગાહી 2 દિવસમાં આ રાજ્યોમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય વાવાઝોડા સાથે થશે વરસાદનું આગમન - khabarilallive    

આગાહી 2 દિવસમાં આ રાજ્યોમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય વાવાઝોડા સાથે થશે વરસાદનું આગમન

આ વિસ્તારોમાં પહેલી જુલાઈથી વરસાદ વધવાની સંભાવના. ગુજરાત રિઝનમાં ચોથા અને પાંચમા દિવસે એટલે કે બીજી અને ત્રીજી જુલાઈના રોજ વરસાદ વધવાની સંભાવના રહેલી છે. ગુજરાત રિઝનમાં 30 જૂનથી ત્રીજી જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે તો અનેક વિસ્તારોમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં હજુ સુધી વાવણી થઈ શકી નથી. બીજી તરફ હવામાન વિભાગે લોકોને રાહત આપતા સમાચાર આપ્યા છે. આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 જૂનથી ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ રહેશે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશે. ખાસ કરીને 29, 30, અને 1 જુલાઈના રોજ છૂટો-છવાયો વરસાદ પડવાની સંભાવના છે. 29 અને 30 જૂનના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડશે.

કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ દક્ષિણ ગુજરાત વિસ્તારો ચોથા અને પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *