આ જગ્યાએ મૂક્યો પાણીપુરી પર પ્રતિબંધ કારણ જાણીને તમને નહિ આવે વિશ્વાસ
ભારતમાં ખાસ કરીને ગુજરાતના લોકોને વિવિધ જાતની વાનગીઓ ખાવાનો અલગ જ શોખ છે તેમાં પણ સ્ત્રીઓને જ્યારે ‘પાણીપુરી’ ખાવાની વાત આવે ત્યારે તેઓ સૌથી આગળ હોય છે. પરંતુ ભારતના જ પડોશી દેશમાં પાણીપુરીનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે, તે પણ એક કારણસર તો જાણો શું હતું આ કારણ
અમે તમને આ દેશની વાત કરી રહ્યા છે ભારતની ઉત્તર દિશામાં આવેલા પડોશી દેશ નેપાળ છે. નેપાળની રાજધાની કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ એટલુ મોટુ નથી જેટલુ તમે માની રહ્યા છો.
આ વિસ્તારના રહેતા 12 લોકોને કોલેરાની બિમારી થઇ છે, ત્યારબાદ અહીં ‘પાણીપુરી’ના વેચાણ પર સ્થાનિક વહીવટી અધિકારીએ પ્રતિબંધ મૂક્યો છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘પાણીપુરી’ના પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ કારણે લલિતપુર મેટ્રોપોલિટન સિટીએ શહેરમાં ‘પાણીપુરી’ના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
નેપાળના આરોગ્ય મંત્રાલયે તમામ લોકોને સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવા અપીલ કરી છે, કારણે કે વધારે પડતા ઝાડા-ઉલટી, કોલેરા અને પાણીજન્ય રોગો થવાનું જોખમ સામાન્ય રીતે વરસાદની સિઝનમાં વધી જાય છે. જનતાનું હિત જાળવી રાખતા પાણીપુરી પર સમપૂણૅ પ્રતિબંધ છે