ગુજરાતના 105 જિલ્લાઓ માં મેઘરાજાની જોરદાર બેટિંગ આજે આ જગ્યાએ થશે વરસાદની શરૂઆત - khabarilallive    

ગુજરાતના 105 જિલ્લાઓ માં મેઘરાજાની જોરદાર બેટિંગ આજે આ જગ્યાએ થશે વરસાદની શરૂઆત

ગુજરાતમાં અધિકારીક રીતે મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે. ગઇકાલે રાજ્યના કુલ 105 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો. ગઇકાલે જુનાગઢના માણાવદર અને અમરેલીના ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગીર સોમનાથ અને જૂનાગઢના મોટા ભાગના તાલુકાકાઓમાં સારોએવો વરસાદ નોંધાયો હતો. ગીરગઢડા, રાણાવાવ અને સાવરકુંડલામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

આ ઉપરાંત છોટાઉદેપુરના ક્વાંટ, કુતિયાણા, પોરબંદર, બોડેલી, નખત્રાણા, કપરાડા, મહુવા, ખંભાત અને વડિયા તાલુકામાં એકથી ડોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદની એન્ટ્રીના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના તળાજા, વેરાવળ, બગસરા, મુન્દ્રા, પારડી, લિલિયા, ભેસાણ, જેતપુર, માંડવી, ડાંગ, લાલપુર, સુત્રાપાડા, ડેસર, અમરેલી, પાલિતાણા, અંજાર, ડભોઇ, વિસનગર અને તલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યાં હતા. !

સૌરાષ્ટ્રના મોટા ભાગના પંથકમાં એક વરસાદ પડી જવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે જૂનાગઢના અનેક તાલુકાઓમાં ભારે વરસાદના કારણે રોડ પર નદીઓ વહેતી થઇ હતી. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. ચોમાસાની શરૂઆતે જ ડેમમાં પાણી આવક થતા ડેમની સપાટી 20.9 ફુટે પહોંચી ગઇ હતી. આ ઉપરાંત ભાવનગરના માલણ, રોઝકી અને બગડ ડેમમાં પણ હવે થધીરે ધીરે તબક્કાવાર રીતે વરસાદની આવક શરૂ થઇ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *