લોકોની આતુરતાનો અંત અંબાલાલ ની આગાહી 24 થી 30 જૂન આ રાજ્યોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવાની છે - khabarilallive    

લોકોની આતુરતાનો અંત અંબાલાલ ની આગાહી 24 થી 30 જૂન આ રાજ્યોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવાની છે

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારું રહેવાના અણસાર દેખાઈ રહ્યા છે. ત્યારે આગામી તા. 24થી 30 જૂન દરમિયાન રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની સાથે આવતીકાલે 22મી જૂન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આવતીકાલથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે.ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે, આ વર્ષ ચોમાસું સારું રહેશે. આવતીકાલે 22મી તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે.

જૂલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે.વધુમાં અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 22 જૂનથી જૂલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આથી તેમણે ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે. ગયા વર્ષે વાવાઝોડાની અસરને પગલે ગત વર્ષે ચોમાસું સારું રહ્યું હતું. આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે.

રાજસ્થાન સાથે જોડાયેલા ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના.આગામી તા. 24થી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદની ધમાકેદારી એન્ટ્રી થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન સાથે જોડાયેલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

વરસાદનું પીક પોઈન્ટ આદ્રા નક્ષતમાં છે
આદ્રા નક્ષત્રમાં વાવણી થાય તો સારું કહેવાય. વરસાદનું પીક પોઈન્ટ આદ્રા નક્ષતમાં છે. આ નક્ષત્ર 22મી જૂનથી બેસે છે. ઓગસ્ટ માસના પ્રથમ માસમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની તાપી સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થશે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

અમરેલી અને ગીરમાં ભારે વરસાદ થવાની સંભાવના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. અમરેલી અને ગીરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગમાં આદ્રા નક્ષત્રમાં વરસાદ પડશે. 22 જૂનથી 3 જુલાઈ સુધી આ વિસ્તારોમાં વરસાદ પડશે. આ દરમિયાન વાવણી કરવી હિતાવહ છે. વાવણી થયા બાદ તેના પર ક્યારે વરસાદ પડશે તે કહી શકાય નહીં.ખેડૂતો માટે એકંદરે આ ચોમાસું સારું રહેશે. ઓગસ્ટના પાછલા દિવસો અને સપ્ટેમ્બરના દિવસોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

ગઇકાલના વરસાદનો આંકડો રાજ્યમાં સોમવારે આવેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના કુલ 87 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે ઉમરગામમાં સૌથી વધુ 9.92 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે વલસાડમાં 4.56 ઇંચ, વાપીમાં 3.76 ઇંચ, નર્મદના ગરુડેશ્વરમાં 3.6 ઇંચ, વલસાડના પારડીમાં 3.2 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 2.84 ઇંચ, જ્યારે કપરાડામાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે બોટાદના બરવાળા, નવસારીના ખેરગામમાં 50 એમએમથી વધુ વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *