ગુજરાતના 55 તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ આ શહેરોમાં આગળના 3 દિવસ રહેશે ભારે
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. જેમાં વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે આગાહી કરતા જણાવ્યું છે કે, ત્રણ દિવસમાં ચોમાસું સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરશે. જે સાથે ચોમાસું સાર્વત્રિક રહશે. સોમવારથી ચોમાસાની ગતિ વધશે. 22 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના પણ જાહેર કરવામાં આવી છે. માછીમારોને 20મી જૂનથી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
શનિવારે રાજ્યના 55 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 33 એમએમ વરસાદ નોંધાયો હતો. આ સાથે ખેડામાં 28 એમએમ, સુરેન્દ્રનગરના ચોટિલામાં 2 એમએમ, ખેડાના કપડવંજમાં 19 એમએમ, ધોલેરા તથા સુરતમાં 14 એમએમ વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો શનિવારે એક બે વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો.જોકે, બફારોનું પ્રમાણ વધુ રહ્યુ હતુ. લોકો પરસેવે રેબઝેબ થયા હતા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચોમાસું ભાવનગર-પોરબંદરની રેખા પરથી પસાર થાય છે. ત્રણ દિવસમાં ચોમાસું સૌરાષ્ટ્રમાં પ્રવેસશે. જે બાદ રાજ્યમાં ચોમાસું સાર્વત્રિક રહશે. સોમવારથી ચોમાસાની ગતિ વધશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 22 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યાં સુધી છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી છે. આ સાથે આવતીકાલથી એટલે કે, સોમવારથી ચોમાસું ગતિ પકડશે. જે બાદ વરસાદનો વિસ્તાર અને વ્યાપ બંને વધશે. રાજ્યમાં હાલ હવામાં ભેજનું પ્રમાણ વધુ રહવાને કારણે બફારો યથાવત્ રહેશે. આ સાથે તેમણ જણાવ્યું છે કે, જૂન મહિના સુધી વરસાદનો વ્યાપ વધઘટ રહેશે. જુલાઈ મહિનાથી ચોમાસું વધવાની શક્યતા સેવાઈ રહી છે.