તારક મેહતા સિરિયલ માં મોટો ધડાકો શૈલેષ લોઢા બાદ ટપુ એ પણ છોડ્યો શો આપ્યું ચોંકાવનારું કારણ - khabarilallive    

તારક મેહતા સિરિયલ માં મોટો ધડાકો શૈલેષ લોઢા બાદ ટપુ એ પણ છોડ્યો શો આપ્યું ચોંકાવનારું કારણ

એ તો તમે જાણતા જ હશો કે સબ ટીવી પર પ્રસારિત થતી લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ હવે ધીમે ધીમે તૂટી રહી છે વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલી આ સિરિયલ ના એક બાદ એક પાત્ર હવે સિરિયલ છોડી રહ્યા છે.

ભવ્ય ગાંધી દિશા વાકાણી અને નેહા મહેતાએ આ સિરિયલ ને ઘણા સમય પહેલાં અલવિદા કહી દીધું હતું જે બાદ હાલમાં સિરિયલમાં તારક મહેતાનું પાત્ર નિભાવતા શૈલેષ લોઢા એ પણ સિરિયલ ને અલવિદા કહી દીધું હોવાનું સામે આવ્યું છે.

સાથે જ સિરિયલમાં ટપુ નું પાત્ર નિભાવતા રાજ અંદકટ પણ હાલમાં આ સિરિયલને છોડી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે જો કે અત્યાર સુધી આ કલાકારોના શો છોડવા પર કોઈ કારણ જાહેર કરવામાં આવ્યું ન હતું.

પરંતુ હાલમાં સામે આવેલી ખબર અનુસાર કલાકારોના શો છોડવા પાછળ આ શોના નિર્માતા આસિત મોદી જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર આ સિરિયલમાં કામ કરનાર કલાકારો પાસે એક એગ્રીમેન્ટ સાઈન કરાવવામાં આવે છે કે તેઓ આ સિરિયલ સિવાય બીજા કોઈ શોમા કામ કરી શકે નહિ આ જ કારણ છે કે કલાકારોને બીજા શોની સારી ઑફર મળતા તે આ સિરિયલ છોડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *