તારક મેહતા શો માં દયા બેન આવી રહી છે એવુ ખોટું બોલતા જ આશિત મોદી નો લોકોએ લીધો ઉધડો લાઈવ આવીને કહી આવી વાત
પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચર્ચામાં છે. શોમાં દયાબેન પરત ફરી રહી છે. પરંતુ ક્યારે? તેનો જવાબ દરેક જાણવા માંગે છે. પ્રોમોઝથી દયાબેન પરત ફરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ દયાબેન પરત ન ફરી. તેના કારણે ફેન્સ પણ ખૂબ જ અપસેટ છે અને મેકર્સને ટ્રોલ કરી રહ્યા છે.
ટ્રોલિંગ પર અસિત કુમાર મોદીનું રિએક્શન
હવે આ બધા ટ્રોલિંગ પર શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ રિએક્ટ કર્યું છે. એક ઈન્ટરવ્યૂમાં અસિત મોદીએ જણાવ્યું કે દયાબેન રાતોરાત શોમાં ન આવી શકે. તે દયાબેન ની જબરદસ્ત એન્ટ્રી કરાવશે. તેમણે કહ્યું- હવે આ સ્ટોરનો મામલો છે. અમે બધા બધી વસ્તુઓ પર કામ કરી રહ્યા છીએ પરંતુ તેમાં થોડો સમય લાગશે.
“હું તેનાથી સહમત છુ કે લોકો અમને ગાળો આપી રહ્યા છે. કારણ કે તે આ શોથી ઈમોશનલી અટેચ છે. અમે તેમના વિચારોની ઈજ્જત કરીએ છીએ. દયાભાભી આવશે. જોકે અમે નિશ્ચિત રીતે ઈચ્છીએ છીએ કે દિશા દયાના રોલમાં પરત ફરે.
અમે તેની સાથે જ દયાબેનના કેરેક્ટર માટે ઓડિશન પણ લઈ રહ્યા છીએ. પરંતુ દિશા વાકાણી શોમાં આવશે તો તે ખૂબ જ શાનદાર હશે કારણ કે તે પરિવારની જેમ છે.”
“પરંતુ હવે તેમની વાપસી મુશ્કેલ લાગી રહી છે. તો અમે તેમનુ રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છીએ. મેકરની રીતે હું ઈચ્છુ છુ કે દયાબેન શોમાં પરત ફરે. અમારો પ્રયત્ન ચાલું છે. આવનાક થોડા મહિનાઓમાં દયાભાભી પણ જોવા મળશે અને બીજુ પણ ઘણુ બધુ જોવા મળશે. દયાબેન રાતોરાત નહીં પરત ફરે અમે તેમની જબરદસ્ત રી-એન્ટ્રી કરાવીશું. કારણ કે તે લાંબા સમયથી શોથી ગાયબ છે.”