રશિયા યુક્રેન યુદ્ધમાં આ 2 દેશ આવ્યા નાટો સાથે રશિયા વિરુદ્ધ આપી ચેતાવણી પુતિનની હાલત થઈ ખરાબ - khabarilallive    

રશિયા યુક્રેન યુદ્ધમાં આ 2 દેશ આવ્યા નાટો સાથે રશિયા વિરુદ્ધ આપી ચેતાવણી પુતિનની હાલત થઈ ખરાબ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બીજી તરફ સ્વીડન અને ફિનલેન્ડે રશિયાની ધમકીને બાયપાસ કરીને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.

સ્વીડન અને ફિનલેન્ડે ચેતવણીઓને અવગણીને નાટોમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ બંને દેશો આવતા મહિને નાટોના સભ્યપદ માટે અરજી કરશે.

નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)નું સભ્યપદ પણ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં મુખ્ય મુદ્દો છે. 1949માં સ્થપાયેલ નાટોના સભ્ય દેશોની સંખ્યા હાલમાં 30 છે. હવે સ્વીડન અને ફિનલેન્ડે પણ નાટોમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.

આ બંને દેશો મેના મધ્ય સુધીમાં નાટો સચિવાલયમાં તેમના સભ્યપદ માટે અરજી સબમિટ કરશે. જો તેમની અરજી મંજૂર થાય છે, તો આ બંને દેશો ટૂંક સમયમાં નાટોના સભ્ય બની જશે. આ સાથે નાટોના સભ્ય દેશોની સંખ્યા વધીને 32 થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *