જો તમે પણ ફળ ખાતા હોય તો આ 4 વસ્તુનું રાખજો ધ્યાન નહીતો ખાધેલા ફળનો કોઈ ફાયદો નહીં મળે - khabarilallive    

જો તમે પણ ફળ ખાતા હોય તો આ 4 વસ્તુનું રાખજો ધ્યાન નહીતો ખાધેલા ફળનો કોઈ ફાયદો નહીં મળે

અમુક ફળોમાં એવા પોષકતત્વો મળે છે, જેથી શરીર સ્વસ્થ અને મજબૂત રહે છે. રોજ 1- 2 ફળો તો જરૂર લેવા જોઈએ. ખાસકરીને ઉનાળામાં તમારે ફળોનું સેવન વધારી દેવું જોઈએ. ફળો લેવાથી ન માત્ર ઇમ્યુનિટી મજબૂત થાય છે, પણ પેટ, પાચન, સ્કીન અને વાળ પણ હેલ્ધી બને છે. ફળોમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર હોય છે.

વજન ઘટાડવામાં પણ ફળો ખૂબ જ મદદ કરે છે. જે લોકો ડાયટિંગ કરે છે, તેમણે વધારેમાં વધારે ફળોનું સેવન કરવું જોઈએ. જોકે ફળોનું પૂરું પોષણ મેળવવા માટે તમારે ફળ ખાવાની સાચી રીત જાણી લેવી ખૂબ જ જરૂરી છે. અમુક લોકો ફળ લેતા પહેલા એવી ભૂલો કરે છે, જેથી ફળોનાં પોષકતત્વો શરીરને મળી શકતા નથી. 

વધારે સમય સુધી કાપીને ફળો ન લેવા 
અમુક લોકો ખાતા પહેલા જ ફળોને કાપી લે છે. ઓફિસ જવાવાળા લોકો કાપેલા ફળો ટીફીનમાં લઈને જાય છે. અમુક લોકો સવારે જ ફળ કાપીને રાખી દે છે, પરંતુ આમ કરવાથી ફળના પોષકતત્વો નષ્ટ થઇ જાય છે, જેથી તમને ફળ ખાવાનો પૂરો ફાયદો મળતો નથી. તમારે જ્યારે ફળ ખાવા હોય તે જ સમયે કાપીને ખાઓ. 

વધારે નમક નાંખીને ફળો ન ખાવા જોઈએ 
અમુક લોકો ફળ પર ઘણું કાળું નમક કે ચાટ મસાલો છાંટીને ખાય છે, જે ફળોના પોષકતત્વોને નષ્ટ કરી દે છે. જો તમે ફ્રુટ્સ સલાડ બનાવીને ખાઈ રહ્યા છો, તો પણ ફળો પર વધારે નમક ન છાંટો. આમ કરવાથી ફ્રુટ્સનો નેચરલ ટેસ્ટ પણ બગડી જાય છે અને એક્સ્ટ્રા સોડિયમ શરીરમાં પહોંચે છે. 

ફળોની છાલ ઉતારીને ન ખાઓ 
કેરી, કેળા, પપૈયા, દાડમ જેવા ફળોને છાલ ઉતારીને ખાવામાં આવે છે. આ ઉપરાંત, સફરજન અને જામફળ જેવા ફળોને છાલ સાથે જ ખાવા જોઈએ. 

દૂધ, ચા-કોફી સાથે ખાટા ફળો ન  ખાઓ 
જો તમે પણ ખાટા ફળોનું સેવન કરો છો, તો ધ્યાન રાખો કે તેમને ચા, દૂધ કે કોફી સાથે ન લો. અમુક લોકો કોફી સાથે ફ્રુટ સલાડ લે છે, જે તમને સ્કીન એલર્જી કરી શકે છે. આ પ્રકારની આદતથી તમને પેટની સમસ્યા, ડાઈજેશનની તકલીફ થઇ શકે છે. કોશિશ કરો કે ખાટા ફળોને ખાલી પેટ જ ખાઓ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *