આ 3 વસ્તુઓ માંથી કોઈ પણ વસ્તુ ખરીદવાની બાકી હોય તો ખરીદી લેજો આવતા મહિને વધી જશે ભાવ - khabarilallive    

આ 3 વસ્તુઓ માંથી કોઈ પણ વસ્તુ ખરીદવાની બાકી હોય તો ખરીદી લેજો આવતા મહિને વધી જશે ભાવ

ખાદ્યચીજોના વધતા જતા ભાવથી પરેશાન સામાન્ય માણસને વધુ એક ફટકો પડવાનો છે. આવતા મહિનાથી એસી, ફ્રિજ, વોશિંગ મશીન મોંઘા થઈ શકે છે. સરકાર વોશિંગ મશીન, ફ્રિજ અને એસી જેવી સફેદ વસ્તુઓ પર જીએસટી વધારવા પર વિચાર કરી રહી છે. વોશિંગ મશીન, ફ્રિજ અને એસી પરના હાલના 18 ટકા જીએસટી વધારીને 28 ટકા કરવાના મામલે સરકારમાં ચર્ચા ચાલી રહી છે.

આ 3 વસ્તુઓ 28 ટકા જીએસટી સ્લેબમાં લાવવાની સરકારની ઈચ્છા છે. જો આવું થાય તો ત્રણેય વસ્તુઓના ભાવમાં મોટો વધારો આવી શકે છે. આગામી મહિને જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે જેમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવશે તેવું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. 

કઈ વસ્તુઓના જીએસટી રેટ વધી શકે
એસી, ફ્રિજ, વોશિંગ મશીન પરનો જીએસટી વધારવાની સરકારની વિચારણા છે. એટલે કે હાલમાં એસી, ફ્રિજ, વોશિંગ મશીન પર 18 ટકા જીએસટી લાગે છે, હવે આ વસ્તુઓ પર 28 ટકા જીએસટી કરવાની સરકારની વિચારણા છે. જો 28 ટકા જીએસટી લાગુ પાડવામાં આવે તો એસી, ફ્રિજ, વોશિંગ મશીનના ભાવમાં વધારો થઈ શકે છે.

રિપોર્ટ મુજબ વ્હાઈટ ગૂડ્સ પરના જીએસટીને 18 ટકાથી વધારીને 28 ટકા કરવાની સરકારની વિચારણા છે. હાલ વ્હાઈટ ગુડ્ઝ 18 ટકા જીએસટી સ્લેબમાં છે. તમને જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા સરકારે વ્હાઈટ ગુડ્ઝ પર જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યાં હતા. 

જીએસટી સ્લેબ ઘટાડવાની સરકારની તૈયારી
કેન્દ્ર સરકાર જીએસટીના હાલના ચાર સ્લેબને ઘટાડીને ત્રણ કરવાની યોજના બનાવી રહી છે. આ અંગે આગામી મહિને મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ભારતમાં હાલમાં જીએસટીના ચાર સ્લેબ છે – 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. આ યોજના હેઠળ સરકાર 12 અને 18 ટકાના સ્લેબને હટાવીને 15 ટકાનો નવો સ્લેબ બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *