યુધ્ધ વચ્ચે બાઇડેન જશે યુક્રેન થશે ઝેલેન્સ્કી જોડે હાઈ લેવલ ની મીટીંગ લેવાશે આ મોટો નિર્ણય - khabarilallive    

યુધ્ધ વચ્ચે બાઇડેન જશે યુક્રેન થશે ઝેલેન્સ્કી જોડે હાઈ લેવલ ની મીટીંગ લેવાશે આ મોટો નિર્ણય

રશિયા યુક્રેન જંગ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ટૂંક સમયમાં કીવ જઈ શકે છે. હકીકતમાં જોઈએ તો, યુક્રેનને સમર્થન આપવા માટે વ્હાઈટ હાઉસ તરફથી એક હાઈ લેવલ ડેલિગેશન કીવ જવાનું છે.

ત્યાર બાદ બાઈડેન અથવા વાઈસ પ્રેસિડેંટ કમલા હૈરિસ યુક્રેન જશે તેવી આશા સેવાઈ રહી છે. બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને 9 એપ્રિલે કીવ જઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જો બાઈડેન આ અગાઉ જાન્યુઆરી 2017માં વાઈસ પ્રેસિડેંટ તરીકે યુક્રેનના પ્રવાસે ગયા હતા. રશિયા યુક્રેન જંગ વચ્ચે પણ રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ પોલેન્ડ પ્રવાસે જઈ ચુક્યા છે. જ્યાં તેમણે પોલેન્ડમાં નાટો સાથે રહેલા અમેરિકી સૈનિકો સાથે મુલાકાત કરી હતી. જો કે, કીવમાં આ તેમનો પ્રથમ પ્રવાસ હશે.

આ દરમિયાન અમેરિકા ખુદને જંગમાં યુક્રેન સાથે જોવા માગે છે. સાથે જ આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સાથે વાતચીત પણ થઈ શકે છે.

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર જો બાઈડેન અને કમલા હૈરિસ ઉપરાંત અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન પણ કીવ જાય તેવી સંભાવના છે. જો કે, તેને લઈને હજૂ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ આવી નથી.

આ અગાઉ એપ્રિલમાં બ્રિટેન, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રિયા, પોલેન્ડના રાષ્ટ્ર પ્રમુખ પણ યુક્રેનનો પ્રવાસ કરી ચુક્યા છે. યુદ્ધની વચ્ચે અમેરિકા તરફથી યુક્રેન સતત મદદ પહોંચાડી રહ્યું છે.

હાલમાં જઅમેરિકાએ યુક્રેનને 800 મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી હચી. જે બાદ કુલ અમેરિકી મદદ 3 બિલિયન ડોલરથી વધારેની થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *