સમન્થાને ભૂલી જલ્દી જ આ યુવતી સાથે લગ્ન કરશે નાગા ચૈતન્ય શુ પહેલેથી જ હતું અફેર
સાઉથ ઈન્ડસ્ટ્રીના પાવર એક્ટર નાગા ચૈતન્ય ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ગયા વર્ષે, અભિનેતાએ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો, જેણે તેના લાખો ચાહકોના હૃદયને તોડી નાખ્યું.
વાસ્તવમાં, ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં, નાગા ચૈતન્યએ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુથી છૂટાછેડા લીધા હતા. અલગ થયા બાદ બંને પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે. પરંતુ હવે નાગા ચૈતન્ય સાથે જોડાયેલા એક સમાચાર આવી રહ્યા છે જે જાણીને તમે દંગ રહી જશો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા ચૈતન્ય ફરીથી સામંથા સાથે લગ્ન કરવાના છે. જો કે આ વખતે તે કોઈ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો નથી, પરંતુ આ વખતે તે લાઈમલાઈટથી દૂર રહેતી છોકરી સાથે સાત ફેરા લેવા માંગે છે. જો કે હજુ સુધી આ મામલે તેમના પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
મળતી માહિતી મુજબ, સામંથાથી છૂટાછેડા બાદ નાગા ચૈતન્ય સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. એટલા માટે તે ઈચ્છે છે કે કોઈ તેના જીવનમાં આવે અને તેનું ધ્યાન રાખે. આ પહેલા પણ એક્ટરનું નામ ઘણી સુંદરીઓ સાથે જોડાઈ ચૂક્યું છે, જેમાં શ્રુતિ હાસનનું નામ ટોપ પર છે.
અભિનેતા તેને ઘણા વર્ષોથી ડેટ કરતો હતો અને તે તેની સાથે લગ્ન કરવા પણ માંગતો હતો. જો કે, શ્રુતિ તેનું દિલ તોડીને જતી રહી હતી. ત્યારપછી સામંથા રૂથ પ્રભુએ અભિનેતાના જીવનમાં પ્રવેશ કર્યો, બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા અને પછી બંનેએ લગ્ન કર્યા. પરંતુ 4 વર્ષ પછી બંનેએ એકબીજાથી છૂટાછેડા લઈ લીધા.
સમાચાર અનુસાર, નાગા ચૈતન્ય ‘ફેમિલી મેન 2’માં સામંથા દ્વારા ભજવવામાં આવેલા બોલ્ડ પાત્રથી ખૂબ ગુસ્સે થયો હતો. તેને ફિલ્મોમાં સામંથાનો બોલ્ડ અવતાર પસંદ ન આવ્યો. લોકોનું માનવું છે કે આ કારણે તેમના સંબંધોમાં તિરાડ આવી અને આ અણબનાવ એટલો વધી ગયો કે નાગા ચૈતન્ય અને સામંથા અલગ થઈ ગયા.