ચા જોડે આ 5 વસ્તુનું સેવન કરતા હોય તો આજેજ કરી દીજો બંધ નહીતો પછતાવો જરૂર થશે

મોટાભાગના લોકોને સવારે ઉઠ્યા પછી તરત ચા જોઈતી હોય છે. આપણે ભારતીયો ચા વગર અધૂરા છીએ છે. પરંતુ મોટાભાગના લોકો ચાના ગેરફાયદા વિશે જાણતા નથી. આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવી રહ્યા છીએ જેનું સેવન ચા સાથે ન કરવું જોઈએ.નહીં તો અનેક ગંભીર રોગો તમને ઘેરી શકે છે. ચાલો જાણીએ ચા સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

ચા સાથે ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું સેવન  કાચી ડુંગળી જો તમે ભોજન સાથે ચા પીતા હોવ તો ધ્યાન રાખો કે કાચી ડુંગળી ચા સાથે ન ખાવી જોઈએ. આમ કરવાથી શરીર અને પેટ બંનેને નુકસાન થાય છે. ડુંગળી સિવાય બાફેલા ઈંડા, સલાડ અને ફણગાયેલા અનાજ પણ ચા સાથે ન લેવા જોઈએ.

લીંબુ લીંબુનો રસ મિક્ષ કરેલી વસ્તુઓ ચા સાથે ન લેવી જોઈએ. જેના કારણે એસિડિટી અને ડાયેરિયાની સમસ્યા થવા લાગે છે. તેથી ચા સાથે લીંબુનું સેવન ટાળો.

ચણાનો લોટ નમકીન, ભજીયા કે ચીલા જેવી વસ્તુઓ ચા સાથે ખાવામાં આવે છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક  સાબિત થઈ શકે છે. નિષ્ણાંતો માને છે કે ચા સાથે ચણાના લોટનું સેવન નુકસાનકારક હોઈ શકે છે. કારણ કે તેનાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ જાય છે.

હળદર હળદર કે તેનાથી બનેલી વસ્તુઓ ચાની સાથે કે પછી તરત જ ન ખાવી જોઈએ. કારણ કે ચા અને હળદરમાં રહેલા કેમિકલ કમ્પાઉન્ડ પેટમાં ગરબડ પેદા કરે છે અને પાચનક્રિયાને નુકસાન પહોંચાડે છે. તો આ ભૂલ ન કરો.

ચા પછી પાણી ચા સાથે કોઈપણ ઠંડી વસ્તુ કે પાણીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે, આ ભૂલ તમારા પાચન પર પણ ખરાબ અસર પડે છે અને એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે. જો તમને તરસ લાગી હોય તો ચા પહેલા પાણી પી લો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *