યુદ્ધના 50 માં દિવસે રશિયાએ માણસાઇને નેવે મૂકીને લીધો એવો નિર્ણય યુક્રેનના થયા આવા હાલ
રશિયા અને યુક્રેન યુધ્ધને 50 દિવસ થયા છે. 24 ફેબ્રુઆરીએ યુધ્ધ શરું થયું ત્યારે આટલું લાંબું યુધ્ધ ચાલશે તેવી તો કલ્પના પણ કરવામાં આવી ન હતી.
ખુદ રશિયાએ ગણતરીના કલાકોમાં કીવ પર ક્બ્જો મેળવીને સત્તા પરીવર્તન કરવાનો દાવો કર્યો હતો પરંતુ હકિકત એ છે કે 50 દિવસ પછી નથી કીવ પર કબ્જો થઇ શકયો કે નથી સત્તા પરીવર્તનમાં સફળતા મળી. હજુ આ યુધ્ધનું કોઇ સમાધાન થાય તેવા સંજોગો જણાતા નથી.
રાષ્ટ્રપતિ વોલોદિમેર ઝેલેંસ્કીના નેતૃત્વમાં યુક્રેનના સૈન્યએ રશિયાને બરાબરની ટક્કર આપી છે. યૂરોપ અને અમેરિકા સહિતના નાટો દેશોની શસ્ત્ર સહાયની મદદથી યુક્રેન રશિયાની ટેંકો, તોપો, બખ્તરબંધ ગાડીઓ અને ફાઇટર પ્લેનને નિશાન બનાવી શકયું છે.
વિશ્વયુધ્ધ પછી રશિયાએ યુક્રેનમાં ટુંકા સમયમાં સૌથી વધુ સૈન્ય ખુવારી વેઠવી પડી છે તેમ છતાં યુક્રેનને જ ભારે નુકસાન થયું છે. કીવ હોય કે મારિયૂપોલ, કારર્કિવ હોય કે ચેનર્હિવ બરબાદીની તસ્વીરો રુંવાડા કરી નાખે તેવી છે. કીવ પાસેના બૂચામાં થયેલો માનવસંહાર હાહાકાર મચાવી રહયો છે.
માળખાકિય સુવિધાઓને 80.4 અબજ ડોલરનું નુકસાન વિશ્વબેંકના વર્તમાન અહેવાલ અનુસાર આ વર્ષે યુધ્ધગ્રસ્ત યુક્રેનની અર્થ વ્યવસ્થામાં 45 ટકાનો ઘટાડો થશે. કીવ સ્કૂલ ઓફ ઇકોનોમિકસની માહિતી મુજબ યૂક્રેનની માળખાકિય સુવિધાઓને 80.4 અબજ ડોલરનું નુકસાન થયું છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન રશિયાએ વધુ તિવ્રતાથી હુમલો કરતા વધુ 12.2 અબજ ડોલરનું નુકસાન થયું છે. છેલ્લા 50 દિવસમાં યુક્રેનને કુલ 600 અબજ ડોલરથી વધુની ખોટ પડી છે.
865 થી વધુ શિક્ષણ સંસ્થાઓ,145 ફેકટરીઓ, 277 બ્રીજ ધ્વસ્ત યુક્રેનના નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર રશિયન સેનાએ હુમલામાં 23000 કિમી લંબાઇ જેટલા રસ્તાઓ તોડી નાખ્યા છે.
865 થી વધુ શિક્ષણ સંસ્થાઓ,145 ફેકટરીઓ, 277 બ્રીજ, 54 સરકારી ઇમારતો,10 મિલિટ્રી એરફિલ્ડ, આઠ એરપોર્ટ, એક રેલવે સ્ટેશન અને બે બંદરોનો નાશ કર્યો છે. આ ઉપરાંત 74 ધાર્મિક સ્થળો અને 62 સાંસ્કૃતિક ઇમારતો પણ ધ્વસ્ત થઇ છે.