એક્સાથે 3 સિસ્ટમ સક્રીય અમદાવાદને ભીંજાવી નાખ્યું હવે આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાલ - khabarilallive    

એક્સાથે 3 સિસ્ટમ સક્રીય અમદાવાદને ભીંજાવી નાખ્યું હવે આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાલ

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજની વાત કરીએ તો આજે અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાય ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવે વાત કરી કાલની તો કાલે 29 મેના રોજ…અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાના હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં 114 ટકા વરસાદ વરસવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 119 ટકા જેટલો વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.ગઈ કાલે અમદાવાદમાં રાત્રે વરસાદે ધમાલ મચાવી હતી હજી પણ આગાહી યથાવત રહેશે

આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD એ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જારી કર્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *