અંબાલાલની પરસેવો વળી જાય તેવી આગાહી ગુજરાતમાં મેઘરાજા ની આ તારીખે થશે જોરદાર પવન સાથે એન્ટ્રી
દેશના અનેક રાજ્યની જેમ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં મેઘસવારી આવી પહોંચી છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણમ વચ્ચે અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. લોકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે અને આખા સામે મીટ માંડીને મેઘરાજા અમીછાંટણાં કરે તેની રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક હવામાન વિભાગે આગામી 1 જૂન સુધીમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે હવે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ મોટી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસું હવે લગભગ ગુજરાતની નજીક આવી રહ્યું છે. તારીખ 10મી જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશી કરી શકે છે. જેમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે. જોકે, તે પહેલા દરિયો ગાંડો થઈ શકે છે. 28થી 30 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
તેમણે જણાવ્યું કે, આગામી 30 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે ઉત્તર ભારતમાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તેથી ખેડૂત ભાઈઓએ ખાસ ધ્યાન રાખવું, સાથે જ પશુપાલકોએ પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવું. ભારે પવનની ગતિના કારણે પશુધનને હાની થવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે.
અન્ય હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચોમાસું હવે ગુજરાતથી માત્ર 400 કિલોમીટર જ દૂર રહ્યું છે. મહારાષ્ટ્રમાં આ વખતે ચોમાસાની 12 દિવસ વહેલી એન્ટ્રી થઈ ચૂકી છે. કેરળમાં પણ ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે જૂનના પહેલા અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે. દક્ષિણ ગુજરાતમાં જૂનના પહેલા અઠવાડિયામાં જ ચોમાસું બેસી શકે છે. સામાન્ય રીતે મુંબઈ બાદ 8થી 10 દિવસમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય છે.
ચોમાસાને લઈને આઈએમડીએ તાજેતરમાં મોટા સમાચાર આપ્યા છે. આઈએમડીએ ચોમાસાનું ફાઈનલ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જ્યાં આ ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ થશે. 102થી 110 ટકા સુધી વરસાદ ગુજરાતમાં થઈ શકે છે. ગુજરાત સહિતના રાજ્યોમાં પણ સામાન્યથી વધારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.