ગુજરાતમાં મધ્યમથી અતિભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે કહ્યું નવરાત્રિમાં પડશે આટલા દિવસ જોરદાર વરસાદ
અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ સાથે તેમણે જણાવ્યું કે, આવતીકાલથી વરસાદનું જોર ઘટી જશે. બીજા દિવસથી એટલે કે, આવતીકાલથી સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભાવનગરમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રીસ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.
આગામી 24 કલાક દરમિયાન પણ અમદાવાદ અને ગાંધીનગરમાં આવી જ પરિસ્થિતિ જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, એક ટ્રફ સાઉથ ઇસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો. જેને લેસમાર્ક કરી દેવામાં આવ્યું છે. હવે એક નવું સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં છે જેના કારણે 24 કલાકમાં વરસાદ જોવા મળશે.
24 કલાક પછી આ સર્ક્યુલેશનની અસર ઓછી જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. કોઈપણ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી.
નવરાત્રિમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે, હાલ જે પરિસ્થિતિ છે તેવી જ રહે તો નવરાત્રિમાં બહુ ઓછો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ જોવા મળશે.
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદે રંગ રાખ્યો છે. તો બીજી બાજુ રાજ્યમાંથી ચોમાસું વિદાય પણ લઇ રહ્યું છે. ગુજરાતમાં હાલ નવરાત્રિની પણ આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદ અને ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની પણ આગાહી કરી છે.