અમેરિકા ને નજર અંદાજ કરીને ભારતે ફરીથી કરી રશિયા જોડે મોટી ડીલ જાણીને તમને નહિ આવે વિશ્વાસ

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ઓયલ ખરીદતા અમેરિકા સહિતના પશ્ચિમ દેશો પહેલાથી જ ભારતથી વાંકુ મોં કરીને ચાલી રહ્યા છે. પણ હવે એવુ લાગે છે કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, તે તેના દેશહિતની આગળ પશ્ચિમી દેશોની રાજનીતિથી કંઈ ફરત નથી પડવાનો.

યુક્રેન યુદ્ધને લઈને એક બાજૂ જ્યાં અમેરિકા અને પશ્ચિમી દેશ સતત રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યા છે, તો વળી ભારતે ભારે છૂટ પર તેલ ખરીદ્યા બાદ હવે રશિયા પાસેથી કોલસાનો ઓેર્ડર પર બમણો કરી દીધો છે. 

રશિયા પાસેથી બેગણો વધારે કોલસો ખરીદશે .ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તે પશ્ચિમી દેશોના પ્રભાવમાં આવ્યા વગર દેશહિતને પહેલા જોશે અને જે દેશમાંથી તેને ફાયદો થશે, તે દેશ સાથે તે બિઝનેસ કરશે.

મોદી કેબિનેટે રશિયા પાસેથી બેગણો વધારે કોલસો ખરીદવાની મંજૂરી પણ આપી દીધી છે, જે બાદ માનવામા આવી રહ્યું છે કે, અમેરિકા અને પશ્ચિમી દેશ ભારત પર વધારે ભડકી જશે. ભારત સરકારના મંત્રીએ કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી કોલસો ખરીદી રહ્યું છે.

ભારતના કેન્દ્રીય મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહે રવિવારે કહ્યું કે, ભારત રશિયા પાસેથી કોકિંગ કોલ આયાત કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. હાલના સમયમાં કેટલાય દેશ યુક્રેન પર રશિયાના આક્રમણને લઈને મોસ્કોના વેપારી સંબંધ વધારવાથી દૂર ભાગી રહ્યા છે.

પણ રશિયા તરફથી ભારે ડિસ્કાઉંટ મળ્યા બાદ ભારત સરકારે રશિયા પાસેથી ક્રૂડ ઓલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો અને રશિયાની સૌથી મોટી તેલ કંપની પાસેથી ભારતે ઓર્ડર પણ કરી દીધો છે. ત્યારે હવે ભારત રશિયા પાસે વધુ એક ડીલ કરવા જઈ રહ્યું છે.

 

રશિયાના કોલસાની ક્વાલિટી સારી આપને જણાવી દઈએ કે, ભારત અને ચીન પોતે પણ ભારે સંખ્યામાં કોલસાનું ઉત્પાદન કરે છે. પણ ભારત અને ચીનમાં જે કોલસાનું ઉત્પાદન થાય છે, તેની ક્વાલિટી સારી નથી અને રશિયાના કોલસામાં ખૂબ જ કાર્બન હોય છે, જે સ્ટીલ ઉદ્યોગ માટે ખૂબ જ સારો હોય છે.

કારણ કે, ભારતમાં સ્ટીલ ઉદ્યોગ વિશાળ છે. તેથી રશિયાના કોલસાની ડિમાન્ડ વધારે રહે છે. રિપોર્ટ્સ અનુસાર જહાજોમાં લગભગ 10.6 લાખ ટન કોલસો, જે મુખ્ય રીતે સ્ટીલ બનાવવા અને થર્મલ પાવર સ્ટેશનમાં ઉપયોગ કરવામાં આવે છે.

તે આગામી 2થી 3 દિવસમાં ભારતીય બંદરો પર આવી જશે અને રિપોર્ટ્સમાં કહેવાયુ છે કે, જાન્યુઆરી 2020 બાદ ભારતે પહેલી વાર રશિયા પાસેથી આટલી મોટી માત્રામાં કોલસાની આયાત કરી છે. ભારતે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણની હજૂ સુધી નિંદા નથી કરી. ભારતે રશિયા વિરુદ્ધ વોટ કરવાની પણ ના પાડી દીધી છે.

ખરીદવામાં બીજા નંબરનો સૌથી મોટી દેશ ભારત.ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ છે, જે કોલસાની આટલી મોટી માત્રામાં ખરીદી કરે છે. પહેલા નંબર પર ચીન છે. રશિયા પાસેથી કોલસો ખરીદવામાં ભારત 6ઠ્ઠા નંબરે છે. જો કે, ભારત રશિયાને ક્રૂડ ઓયલની માફક કોલસામાં પણ વાજબી ભાવે ખરીદી શકે છે, તેવી માગ કરશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *