આવશે અતિભારે વરસાદ અરબી સમુદ્રમાં એક સાથે થઈ અત્યાર સુધીની સૌથી વધુ સિસ્ટમ સક્રિય સાત વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક
આજ સવારથી જ મેઘરાજા જોરદરા બેટિંગ કરી રહ્યાં છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે અનેક ગામો જળમગ્ન થયા છે. નદીઓ ગાંડીતુર બની હે. આવામાં હવામાન વિભાગની વરસાદની નવી આગાહી સામે આવી છે. આજે મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી સામે આવી છે.
જેમાં 1 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે 26 જિલ્લામાં યલો એલર્ટ અને અન્ય 6 જિલ્લામાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. આજે સાંજે 7 વાગ્યા સુધી 1 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમજ ગાજવીજ વરસાદ સાથે 40 થી 60 કિમીની ઝડપે પણ પણ ફૂંકાઈ શકે છે.
આ સાથે જ મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી,મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. એટલે કે અહીં વરસાદની કોઈ સંભાવના નથી. આખા દિવસ માટેની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે.
જ્યારે આજે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ માટે અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે થંડર સ્ટ્રોમની આગાહી છે. વરસાદની પેટર્ન વિશે વાત કરતાં ચિરાગ શાહે જણાવ્યું કે, છેલ્લા 7 વર્ષથી વાવાઝોડાની પેટર્ન બની હતી, જે અલનીનોની અસર હતી.
વાવાઝોડાને લીધે ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ પડતો હતો, તેનાથી આપણી વરસાદની ઘટ પૂરી થઇ જતી હતી. વર્ષોથી બંગાળની ખાડીનું પ્રેશર આપણે ત્યાં વરસાદ લાવે છે તેમાં થોડું અગળ-પાછળ થયું હતું. આ વર્ષે અરબ સાગરમાં ત્રણ સિસ્ટમ બની હતી. મધ્ય પ્રદેશ પાસે પણ એક સિસ્ટમ બની હતી.
હવે આ ચાર-પાંચ સિસ્ટમની વચ્ચે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વધારે વરસાદ પડી ગયો, જ્યારે કેટલાક વિસ્તારો બાકાત રહી ગયા. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ એવું કહેવાય છે કે, ક્લાઇમેટ પેટર્ન બલાતી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, ચોમાસામાં ક્યારેય અરબી સમુદ્રમાં આટલી બધી સિસ્ટમ એક સાથે સક્રિય થતી નથી.