ગુજરાતમાં મેઘરાજાનો કહેર રહેશે યથાવત સ્ટેટ ઇમરજન્સી ટીમ દ્વારા ૨ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં ગઇકાલથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે અનેક તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને વીસનગરમાં 6.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભરૂચના હાંસોટમાં 5.9 ઈંચ વરસાદ નોંધાયો છે. 11 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઉંઝા અને વાપીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
24 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યના 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. તો કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે.
મહત્વનું છે કે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં 3 સિસ્ટમ તરખાટ મચાવશે. ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો કચ્છમાં મૂશળધાર વરસી શકે છે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજના દિવસની વરસાદની આગાહીની વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 16 તાલુકા એવા છે જેમાં 4 થી 8 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મધ્ય, ઉત્તર ગુજરાતમાં નોંધાયો હતો.
હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 30 જુલાઈ 2024, મંગળવારના રોજ આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલલાડ અને દમણમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
આ ઉપરાંત દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ આજે મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, મોરબી, કચ્છ અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે શેવી છે.
ગુજરાતમાં ચોમાસુ 2024 આજે સવાર 6 વાગ્યા સુધીમાં નો સરેરાશ કુલ 493.82 મીમી વરસાદ નોંધાયો. એટલે કે 55.93 ટકા વરસાદ પડી ચુક્યો છે. જો છેલ્લા 3 વર્ષના વરસાદના આંકડાની વાત કરીએ તો, 2021 માં ચોમાસાની સિઝનનો 827.27 મીમી કુલ 98.48 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2022 માં 1037.88 મીમી કુલ 122.09 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે 2023 માં 948.06 મીમી 108.16 ટકા સિઝનનો વરસાદ નોંધાયો હતો.