ત્રણ દિવસ આ જિલ્લાઓ મનાવશે ખુશીઓ અત્યાર સુધી નથી થઈ વાવણી તો હવે આવશે ભારે વરસાદ - khabarilallive    

ત્રણ દિવસ આ જિલ્લાઓ મનાવશે ખુશીઓ અત્યાર સુધી નથી થઈ વાવણી તો હવે આવશે ભારે વરસાદ

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, પાંચ દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 148 એમએમ વરસાદ નોંધાયો છે.

આ સાથે વલસાડમાં 53 એમએમ વરસાદ નોંધાયો છે. આ સાથે આજના વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં એક સરક્યુલેશન છે, ઓફશોર ટ્રફ અને શિઅર ઝોન સર્જાયું છે જેના કારણે આ વરસાદ થઇ રહ્યો છો. આજે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આાવી છે.

આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આજે રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, ડાંગ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના બાકી ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવી છે. ભાવનગરમાં અતિ ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં કોઇપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી.

બીજા દિવસે એટલે કે સોમવારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવી છે.આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. તો આ ઉપરાંત જુનાગઢ, રાજકોટ બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપીનવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે.

સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, ગાંધીનદર ખેડા, અરાવલ્લી, મહેસાણારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે

ત્રીજા દિવસે એટલે મંગળવારે કોઇપણ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવી નથી. જ્યારે દ્વારકા, જામનગર, ગીર સોમનાથ., અમરેલી, પોરબંદર, ગીરસોમનાથ, દીવ, જુનાગઢ, ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ભારેથી અતિ ભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે.

સાબરકાંઠા, અરાવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *