ગુજરાતમાં કડાકા ભડાકા સાથે થશે ૧૦ ઇંચ સુધી વરસાદ અંબાલાલ પટેલની આગાહી વચ્ચે હવામાન વિભાગે પણ એલર્ટ કર્યું જાહેર - khabarilallive    

ગુજરાતમાં કડાકા ભડાકા સાથે થશે ૧૦ ઇંચ સુધી વરસાદ અંબાલાલ પટેલની આગાહી વચ્ચે હવામાન વિભાગે પણ એલર્ટ કર્યું જાહેર

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. તો હવામાન વિભાગે આપેલા આંકડા પક નજર કરીએ તો, ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મોડી રાતથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, રાજ્યમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 40 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કામરેજ અને પલસાણામાં 6.4 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 5.8 ઇંચ, નીઝરમાં 5.6 ઇંચ વરસાદ મહુવામાં 5.5 ઇંચ, નવસારીમાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથમાં સતત પાંચમાં દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ગીર ગઢડામાં બે કલાક 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને ઉનામાં હળવા ઝાપટાં પડી રહ્યા છે. ધોરાજી ગ્રામ્ય વિસ્તાર કલાણા છત્રાસા નાની મારડ. મોટી મારડ.

પાટણવાવ ભાડેર ચિચોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડેલા 20 ઇંચ વરસાદથી ખેતરો ધોવાઇ ગયા છે. અંદાજે એક હજાર વિઘામાં નુકસાન થયું છે. નાની મારડ ગામના 900 વીઘા જેટલી જમીનોમાં મગફળી અને કપાસનો પાક ધોવાઇ ગયો છે. અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો ફરી વાવણી કરવા સરકાર મદદ કરે તેવી આશા રાખીને બેઠા છે.

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ઓલપાડના કીમ ગામે ભારે વરસાદના પગલે વરસો જુના અંબાજી મંદિરમાં પાણી ભરાયા છે. મહાદેવ મંદિર અને રાધે ક્રિષ્ના મંદિરમાં પાણી ભરાતા મંદિર બંધ કરવામાં આવ્યુ છે. ભારે વરસાદના કારણે ઝરણનાં પાણી મંદિરમાં ઘુસ્યા હતા. રાત્રે ભારે વરસાદ પડ્યો હતો જોકે સવારે કલાક વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ છે.

હવામાન વિભાગે આજે આખા દિવસની આગાહી આપી છે. જેમા જણાવ્યા પ્રમાણે, આજે સોમવારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.

તો આ ઉપરાંત જુનાગઢ, રાજકોટ બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, ગાંધીનદર ખેડા, અરાવલ્લી, મહેસાણારમાં ભારે વરસાદ પડવાની આગાહી સાથે યલો એલર્ટ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *