જૂનાગઢમાં ત્રણ દિવસ ભુક્કા બોલાવ્યા બાદ હવે ગુજરાતના આ જિલ્લામાં આવશે વરસાદ છત્રી કાઢી રાખજો - khabarilallive    

જૂનાગઢમાં ત્રણ દિવસ ભુક્કા બોલાવ્યા બાદ હવે ગુજરાતના આ જિલ્લામાં આવશે વરસાદ છત્રી કાઢી રાખજો

હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. બપોર બાદ જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા.પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું હતું. વાવેતરના બીજા જ દિવસે વરસાદ વરસતા ખેડૂતોની ખુશીનો પાર રહ્યો નથી.

શહેરમાં આજે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. જૂનાગઢમાં રવિવારે સીઝનનો પ્રથમ વરસાદ ધોધમાર ખાબક્યો હતો. જેથી બાળકોથી લઈ વૃદ્વો સૌ કોઈ વરસાદની મજા માણવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.જેના પગલે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદી માહોલ જામતા વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરતી જોવા મળી રહી છે.

સતત ત્રીજા દિવસે શહેરમાં મેધમહેર
જૂનાગઢ શહેરમાં ગઈકાલે લોકો અસહ્ય ગરમી અનુભવી રહ્યા હતા. ત્યારે આજે બપોરના સમયે શહેરમાં મેઘમહેર જોવા મળી હતી. જેથી હાલ જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે, જૂનાગઢમાં રવિવારે સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ ખાબકતા પ્રથમ વરસાદમાં જ અમુક જગ્યાએ શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા પણ જોવા મળી હતી.જે બાદ ગઈકાલે એટલે કે,મંગળવારે ખેડૂતોએ વિધિવત વાવેતરની શરૂઆત કરી હતી. ખેડૂતોએ કપાસ, સોયાબીન, મગફળીના પાકનું વાવેતર કર્યું છે. ખેડૂતો લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જો કે,વાવેતરના બીજા દિવસે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

જૂનાગઢમાં અત્યાર સુધીમાં એટલે કે, રવિવારથી બુધવાર સુધી સીઝનનો 5.86 ટકા વરસાદ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં 185 મીમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માણાવદર તાલુકામાં સિઝનનો 5 મીમી વરસાદ, વંથલી તાલુકામાં 56 મીમી વરસાદ , જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં 64 મીમી વરસાદ.

ભેસાણ તાલુકામાં 8 મીમી વરસાદ, વિસાવદર તાલુકામાં 185 મીમી વરસાદ, મેંદરડા તાલુકામાં 91 મીમી વરસાદ, કેશોદ તાલુકામાં 34 મીમી વરસાદ, માંગરોળ તાલુકામાં 31 મીમી વરસાદ, માળીયાહાટીના તાલુકામાં 53મીમી વરસાદ, અને જુનાગઢ શહેરી પંથકમાં 64 મીમી વરસાદ જોવા મળ્યો છે. આમ, જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5.86% વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *