૨૪ કલકમાં ૮૪ તાલુકામાં વરસાદ મહિનાના છેલ્લા ત્રણ દિવસ આ જિલ્લામાં ભૂક્કા બોલાવશે વરસાદ - khabarilallive    

૨૪ કલકમાં ૮૪ તાલુકામાં વરસાદ મહિનાના છેલ્લા ત્રણ દિવસ આ જિલ્લામાં ભૂક્કા બોલાવશે વરસાદ

સૌરાષ્ટ્રરમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.30 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે ગોંડલ અને જૂનાગઢમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ છવાયો છે.

આ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની માહિતી પ્રમાણે, ગુજરાતમાં 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.36 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે કોડિનારમાં 3.12 ઇંચ તથા ગોંડલ અને જૂનાગઢ શહેર અને તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત બનાસકાંઠાના દાંતામાં 2.32 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જેતપુર, સૂત્રાપાડા, કાલાવાડ, મેંદરાણા, પાટણ-વેરાવણ, ઇડર, ઉમરપાડા, મોરવા હડફ, જૂનાગઢના માંગરોળ, હળવદ, ડભોઇ અને લાલપુરમાં એક ઇંચ અને તેનાથી વધુ વરસાદ નોંધાયો છે.તો બીજી બાજુ આજે પણ અનેક જિલ્લાઓમા ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુરૂવાર માટેની આગાહી કરતા જણાવ્યુ છે કે, બનાસાકાંઠ નવસારી, વલસાડ, દણણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંતના તમામ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.મોરબી જિલ્લાના ટંકારામાં બુધવારે બપોર પછી વરસાદ શરૂ થયો હતો અને વિવિધ તાલુકાઓમાં મહેર વરસાવ્યો હતો. આ દરમિયાન ટંકારામાં બપોર પછી ત્રણ કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા.

આ સાથે રસ્તાઓ પર પાણી જ પાણી થઇ ગયુ હતુ. આ સાથે વાંકાનેરમાં સવા ઈંચ, હળવદ તથા મોરબી તાલુકામાં પણ એક ઈંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે મહેર વરસાવી હતી. જેમાં જિલ્લાના કોડીનાર તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસતાં પાણી પાણી થઈ ગયું હતું.

બુધવારે સુત્રાપાડામાં પોણા બે ઇંચથી વધુ અને પાટણના વેરાવળમાં સવા ઇંચ જ્યારે તાલાલા ગીર તાલુકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોર બાદ અનરાધાર વરસેલા વરસાદથી શહેરમાં પાણી પાણીની સ્થિતિ જોવા મળી રહી હતી. વેરાવળ શહેરમાં પણ બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ એન્ટ્રી સાથે જ ધોધમાર વરસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *