૧૩ વર્ષ પછી અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસનો આવ્યો ચુકાદો જાણો ૧૩ વર્ષ પહેલાં ઘટનાસ્થળે હાજર લોકોએ શુ કહ્યું
જે રીતે મુંબઈ સાથે 27 નવેમ્બર 2008ની તારીખ ભૂલી શકાય તેમ નથી તેવી જ રીતે અમદાવાદને પણ 26 જુલાઈ 2008નો દિવસ ભૂલવા દેતી નથી. સિવિલ હોસ્પિટલ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનની એલજી હોસ્પિટલ હોય, પાર્કિંગમાં પાર્ક કરેલી બસો હોય, સાયકલ હોય, કાર હોય… અમદાવાદમાં તે દિવસે 70 મિનિટના ગાળામાં 22 બ્લા સ્ટ થયા હતા.
જ્યાં જોયું ત્યાં તબાહીનું દ્રશ્ય હતું. 56 થી વધુ લોકોના મો ત થયા છે. જ્યારે 200 થી વધુ ઘા યલ થયા હતા. કુલ 24 બો મ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. કલોલ અને નરોડામાં બો મ્બ ફૂટ્યા ન હતા. 2008ના અમદાવાદ સિરિયલ બો મ્બ બ્લાસ્ટ કેસમાં લગભગ 14 વર્ષ બાદ વિશેષ અદાલતનો નિર્ણય આવ્યો છે. કોર્ટે 49માંથી 38 દોષિતોને ફાં સીની સજા સંભળાવી છે. બાકીના 11 દોષિતોને આજીવન કેદની સજા થઈ છે
26 જુલાઈ 2008ના રોજ અમદાવાદના અસારવા વિસ્તારની એક હોસ્પિટલનો એક વોર્ડ બો મ્બ વિસ્ફોટથી તબાહ થયો ત્યારે યશ વ્યાસ માત્ર 10 વર્ષના હતા. તે ભગવાનનો આભાર માને છે કે તેનો જીવ બચી ગયો, પરંતુ એક પણ દિવસ એવો જતો નથી કે તેને તેના પિતા અને મોટા ભાઈને યાદ ન હોય, જેઓ વિસ્ફોટમાં મૃ ત્યુ પામ્યા હતા.
યશ હવે 24 વર્ષનો છે. તે સાયન્સમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. તે બ્લા સ્ટમાં યશ 50 ટકાથી વધુ દાઝી ગયો હતો. તેણે ICUમાં વિતાવેલા ચાર મહિનાને યાદ કરતાં તે કહે છે કે આજ સુધી તે સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. તેમણે પીટીઆઈને જણાવ્યું હતું કે, “વિસ્ફોટને કારણે મને હજુ પણ સાંભળવાની શક્તિ ઓછી થઈ રહી છે.”
સદર હોસ્પિટલના ટ્રોમા વોર્ડની બહાર થયેલા વિ સ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાં પ્રદીપ પરમારનો પણ સમાવેશ થાય છે. પરમાર આજે ગુજરાત સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી છે. 2008માં તેઓ અસારવા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના કાર્યકર હતા. પરમારે લોકોને લો હીથી લથપથ જોયા હતા, જ્યારે કેટલાક દાઝી ગયા હતા અને શરીરના અંગો ઘટના બાદ હોસ્પિટલમાં વિખરાયેલા હતા.
પરમારે જણાવ્યું હતું કે ટ્રોમા વોર્ડ પાસે બીજો વિ સ્ફોટ થયો હતો જ્યારે તે અને ભાજપના અન્ય કાર્યકરો અન્ય વિ સ્ફોટોમાં ઘાયલોને મદદ કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અસારવા સીટના ધારાસભ્ય પરમારે કહ્યું, “ઘણા લોકોના ઘટનાસ્થળે જ મો ત થયા છે. મારા પગમાં ગંભીર ઈજા થઈ હતી.
પગને લગભગ 90 ટકા નુકસાન થયું હતું અને ડોકટરો મારો જીવ બચાવવા માટે તેને કાપી નાખવાનું પણ વિચારી રહ્યા હતા. પરંતુ સદનસીબે તેઓ મારો પગ બચાવવામાં સફળ રહ્યા હતા. ગુજરાતની વિશેષ અદાલતે 8 ફેબ્રુઆરી 2022ના રોજ આ કેસમાં 49 લોકોને દોષિત ઠેરવ્યા હતા.
28 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. ઘાતક વિસ્ફોટોના 13 વર્ષ બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો. શુક્રવારે (18 ફેબ્રુઆરી) કોર્ટે દલીલો બાદ સજાની જાહેરાત કરી. 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જ્યારે 11ને આજીવન કેદની સજા આપવામાં આવી છે.