વિચિત્ર ઘટના પૂજારી પકડાયા બુરખામાં તપાસ કરતા થયો ખુલાશો જાણીને સૌ કોઈ હેરાન - khabarilallive
     

વિચિત્ર ઘટના પૂજારી પકડાયા બુરખામાં તપાસ કરતા થયો ખુલાશો જાણીને સૌ કોઈ હેરાન

કેરાલામાં બનેલી એક વિચિત્ર ઘટનામાં 28 વર્ષના પૂજારી બુરખો પહેરીને ફરતા પકડાઈ ગયા હતા.મળતી વિગતો પ્રમાણે કેરાલાના કોઝિકોડમાં બુરખો પહેરીને શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા પૂજારી જિષ્ણુ નંબૂથિરી રેલવે સ્ટેશન પર જોવા મળ્યા હતા.

અહીંયા ઉભેલા કેટલાક ઓટો રીક્ષા ડ્રાઈવરોને શંકા ગઈ હતી.તેમણે પૂજારીને પકડયા હતા અને પોલીસને સોંપી દીધી હતા. અહેવાલ પ્રમાણે પૂજારીએ કોઈ ગુનો કરવાના ઈરાદે બુરખો પહેર્યો હોય તેવુ નહીં લાગતા પોલીસે પૂછપરછ કરીને તેમને છોડી દીધા હતા.

પૂજારીએ પોલીસને એવુ કારણ આપ્યુ હતુ કે મને ચીકન પોક્સ થયા છે અને એટલે હું બુરખો પહેરીને પરી રહ્યો હતો. પૂજારીએ કહ્યુ હતુ કે, ચીકન પોક્સના કારણે હું બીજા કપડા પહેરી શકતો નહોતો અને બુરખો ઢીલો હોવાથી તેને પહેરીને નિકળ્યો હતો.

જોકે પોલીસ તપાસમાં પૂજારીને ચીકન પોક્સ થયા હોય તેવુ લાગ્યુ નહોતુ.પોલીસે પૂજારીનુ નામ, સરનામુ અને બીજી ડીટેલ લઈને જવા દીધા હતા.પૂજારી નંબૂથીરી મેપ્પાયુર મંદિરમાં કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *