રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ ભારત માટે લીધો અત્યાર સુધીનો સોથી મોટી નિર્ણય અમેરિકા લાલઘૂમ
આ સૈન્યાભ્યાસ પર ઘણા દેશોની નજર રહેશે કારણ કે, ચીન- તાઈવાનનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાયો છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું.યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે રશિયા સાથે સંયુક્ત સૈન્યાભ્યાસમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. જોકે અમેરિકાની સરકારે ભારતની આ યોજના અંગે ચિંતા વ્યક્ત કરી છે.
જોકે અમેરિકી સરકારનું કહેવું છે કે, દરેક દેશને પોતાના નિર્ણય લેવાનો અધિકાર છે. આ સૂચવે છે કે અમેરિકા આ સૈન્ય અભ્યાસમાં દખલ નહીં કરે. આ કવાયત ઘણા દેશોની નજર રહેશે કારણ કે, ચીન- તાઈવાનનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાયો છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે.
રશિયાએ ગયા મહિને વોસ્ટોક કવાયત હાથ ધરવાની યોજના જાહેર કરી હતી, જેમાં બેલારુસ, ચીન, મંગોલિયા અને તાજિકિસ્તાન ભાગ લેશે. વોસ્ટોક 2022 કવાયતનું નેતૃત્વ રશિયન સશસ્ત્ર દળોના ચીફ ઓફ જનરલ સ્ટાફ વેલેરી ગેરાસિમોવ કરશે. 5 સપ્ટેમ્બરથી લશ્કરી કવાયત શરૂ થઈ શકે છે. અગાઉ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, ભાગ લેનારા દેશો પૂર્વીય ક્ષેત્રમાં તેમની સૈન્ય સુરક્ષા જાળવવાની પ્રેક્ટિસ કરશે.
જ્યારે રશિયા સાથેની આ કવાયતમાં ભારતની સંભવિત ભાગીદારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન જીન-પિયરે કહ્યું કે, અમેરિકા રશિયા સાથે કોઈપણ દેશની સૈન્ય કવાયતને લઈને ચિંતિત છે. રશિયાએ કોઈપણ ઉશ્કેરણી વગર યુક્રેન પર હુમલો કર્યો. પરંતુ એ પણ સ્પષ્ટ છે કે દરેક દેશ પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે અને હું આ નિર્ણય તે દેશો પર છોડી દઉં છું.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીને પૂછવામાં આવ્યું કે, આ મામલે ભારત પર દબાણ કેમ નથી કરવામાં આવી રહ્યું. તેના પર જીન-પિયરે કહ્યું કે, અમે રશિયા સાથે સૈન્ય અભ્યાસમાં ભાગ લેનારા દરેક દેશને લઈને ચિંતિત છીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા આ અંગે કોઈ પગલાં લેશે કે શું કોઈ પગલાં લેવાનું આયોજન છે ?
આ અંગે તેણે કહ્યું કે, મારી પાસે જવાબ નથી. અમે દરેક બાબત પર ખુલીને વાત કરી છે. મેં અન્ય દેશોને પણ આ વિશે પ્રશ્નો પૂછ્યા છે. નિષ્ણાતોના મતે એશિયામાં અમેરિકાના વ્યૂહાત્મક મામલામાં ભારત મહત્ત્વનો હિસ્સો છે. છેલ્લા 15 વર્ષમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધો ઝડપથી વિકસ્યા છે.
મહત્વનું છે કે, અગાઉ ભારત અને રશિયા વચ્ચે $5.4 બિલિયનની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત S-400 સંરક્ષણ પ્રણાલીના પાંચ કન્સાઇનમેન્ટ ભારતને સોંપવામાં આવશે. આ વર્ષે જૂનની શરૂઆતમાં ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું હતું કે. S-400 એર ડિફેન્સ સિસ્ટમ્સનું આ કન્સાઇનમેન્ટ સમયપત્રક અનુસાર ભારતને સોંપવામાં આવશે. અમેરિકન નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકાની વ્યૂહરચના માટે ભારત મહત્ત્વપૂર્ણ છે.
તમને જણાવી દઈએ કે, રશિયાના આ વ્યાપક સૈન્ય અભ્યાસ વોસ્ટોક 2022માં ચીન પણ ભાગ લેવા જઈ રહ્યું છે. યુક્રેન પર આક્રમણ કર્યા પછી રશિયાની આ પહેલી જંગી બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયત હશે. યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા ઘણા દેશોના નિશાના પર છે. અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ ભારત શરૂઆતથી જ આ મામલે તટસ્થ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ પસાર કરાયેલા ઠરાવમાં પણ ભારત ગેરહાજર રહ્યું છે.