અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી એવી 2 મહિલાઓને જેનું કામ જાણીને તમે હેરાન રહી જશો - khabarilallive
     

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી એવી 2 મહિલાઓને જેનું કામ જાણીને તમે હેરાન રહી જશો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 મહિલાઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. બન્ને મહિલા ઓ વિશે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી અને જે માહિતીના આધારે બન્નેની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં અનેક ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે.

ઘટનાની વાત કરીએ તો શહેરના BRTS અને AMTS માં ચોરીના બનાવોને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી અને જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાજેશ્વરી અને સોનલને ગોડલીમડા BRTS બસ સ્ટેન્ડ પાસેથી બંન્નેને પકડી તપાસ કરવામાં આવી હતી અને બન્ને મહિલાઓ પાસેથી સોનાની બુટી, ચેઈન અને વીંટી કબ્જે કરવામાં આવ્યું છે.

જોકે તપાસ કરતા જાણવા મળ્યું કે, બન્ને મહિલાઓ છેલ્લા 20 દિવસમાં બસમાં નજર ચૂકવીને ચોરી કરી છે. તપાસ કરતા જાણવા મળ્યું કે આ બન્ને સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે અને જેમાં રાજેશ્વરી સામે અગાઉ તો પાસા પણ થઈ ચૂકી છે.

આ મામલે ક્રાઈમના અધિકારીઓનું કેહવુ છે કે, આ લોકોની મોડસ ઓપરેન્ડી કઈ એવી છે કે સિટીમાં ચાલતી BRTS, AMTS અને એસટી બસમાં ભીડ હોય તેવી બસમાં જવાનું અને તે બસમાં પેસેન્જરની નજર ચૂકવી તેમની બેગમાંથી રોકડ અથવા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *