રાજ્યમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અમદાવાદની આ જગ્યા ફેરવાઈ ગઈ બેટમાં - khabarilallive    

રાજ્યમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અમદાવાદની આ જગ્યા ફેરવાઈ ગઈ બેટમાં

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ ફરીવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. પાકિસ્તાન તરફના દરિયામાં લો પ્રેશર એક્ટિવ થયું છે, જે આગામી 24 કલાકમાં ગુજરાત પહોંચી શકે છે.

આ લો પ્રેશરને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં 23થી 27 જુલાઇ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં લો પ્રેશરની અસર શુક્રવાર રાતથી જ વર્તાવાની શરૂ થઈ જશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે તેમજ અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હાટકેશ્વરમાં ઘુંટણ સમા પાણી ભરાયા 
થોડા દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજા અમદાવાદ પર ફરીથી મહેરબાન થયા ત્યારે શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદની શરૂઆત થઇ હતી. ધોધમાર વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભારાયા હતા અને ટ્રાફીક જામની સ્થિતીનું નિર્માણ થયું હતું. ખાસ તો હાટકેશ્વર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતાં જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો.

અમદાવાદમાં અનરાધાર વરસાદ
અમદાવાદના બોડકદેવ, હાટકેશ્વર, આંબાવાડી, માનસી સર્કલ, હિંમતલાલ પાર્ક નવરંગપુરા, બાપુનગર, નરોડા, પ્રહલાદનગર, ચાંદખેડા, ચાંદલોડિયા, કાલુપુર, વસ્ત્રાપુર,  મણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને લઈને ચોતરફ પાણી…  પાણી જેવી સ્થિતિ સર્જાઇ હતી. આમ અમદાવાદમાં પૂર્વથી માંડીને પશ્ચિમ સુધી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.

હજુ આગામી ત્રણ દિવસની આગાહી 
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમા હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર, બનસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *