હવામાન વિભાગની મોટી આગાહી આ તો હજી ટ્રેલર હતું પિકચર બાકી છે 3 દિવસ આ જિલ્લાઓ સાવધાન.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ મામલે રાજ્યમાં હજી 3 દિવસ કોઈ જ રાહત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી.

ગુજરાતમાં હજુ ભારેથી અતિ ભારે કરતા પણ વધારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ આ સમય દરમ્યાન અત્યંત ભારે વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ગુજરાત દરિયાઈ કાંઠામાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાં આવતા રહેશે. રાજ્યમાં અત્યાર સુધી 400 મીમી વરસાદ થયો છે એટલે કે રાજ્યમાં 60 થી 80 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારો અને બંદરો માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

રાજ્યના નવ જિલ્લામાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય અમરેલી, પોરબંદર, દીવ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય 14 જિલ્લામાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે. 

જાણો સમગ્ર ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ ખાબક્યો.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 51 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં અને વલસાડના કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 47 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

અહેવાલો મુજબ આજે તારીખ 14 જુલાઇ 2022ના રોજ સવારે 06.00 કલાક પુરા થતાં 24 કલાક દરમિયાન વાંસદા તાલુકામાં 394 મિ.મી., કપરાડામાં 377 મિ.મી. મળી એમ બે તાલુકાઓમાં 15 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 340 મિ.મી, પારડીમાં 286 મિ.મી, સુબીરમાં 270 મિ.મી, વાપીમાં 260 મિ.મી, વઘઈમાં 247 મિ.મી, મળી કુલ આઠ તાલુકાઓમાં નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published.