હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આપી વરસાદ ને લઈને ગુજરાતના લોકોને આગાહી - khabarilallive    

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આપી વરસાદ ને લઈને ગુજરાતના લોકોને આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 17મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની પૂરી સંભાવના છે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે.

આગામી 14-15 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. 16મી જુલાઈથી ધીમે ધીમે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 22 જુલાઈથી ફરીથી વરસાદી માહોલ જામશે. 24થી 30મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 24થી 26 જુલાઈ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. તારીખ 17 જુલાઈથી વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે.

હજી પણ પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી (હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે, કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *