અમદાવાદમાં પતિ પત્નીએ ટુંકાવ્યું જીવન કારણ સામે આવતા હચમચી ગયા લોકો - khabarilallive
     

અમદાવાદમાં પતિ પત્નીએ ટુંકાવ્યું જીવન કારણ સામે આવતા હચમચી ગયા લોકો

રાજ્યમાં ઘણા સમયથી આતમ હત યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના 33 વર્ષીય યુવકે તેની પત્ની સાથે આતમ હ તયા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.24 ડિસેમ્બરે બંનેએ કેનાલમાં ડૂ બીને જીવ આપ્યો હતો.

આતમ હત યા કરતા પહેલા યુવકે તેના મોટા ભાઈને મેસેજ કરીને પોતાની સમસ્યા જણાવી હતી. આ સંદેશાઓની મદદથી સોલાએ જગદીશ દેસાઈ, જલ દેસાઈ અને જીતુ વાઘેલા નામના વેપારીઓ સામે હિતેશની હત યાની તપાસ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ 24 ડિસેમ્બરે હિતેશે તેના ભાઈ અલ્પેશને ફોન પર મેસેજ કર્યો હતો કે તે બંને આતમ હ તયા કરવા જઈ રહ્યા છે. તેના ગયા પછી, તેના પરિવારના સભ્યોને કોઈ નુકસાન ન પહોંચાડે અને કોઈ તેને પરેશાન ન કરે તેનું ધ્યાન રાખો. હિતેશે કહ્યું, તેણે દરેકને તેમની મૂળ રકમ કરતાં વધુ વ્યાજ આપ્યું છે. પરંતુ હવે તે વધુ વ્યાજ ચૂકવી શકશે નહીં. જેના કારણે તે આત મ હ તયા કરી રહ્યો છે.

મેસેજ જોયા બાદ મોટા ભાઈ અલ્પેશે હિતેશના ઘર પાસે રહેતા તેના સાળા વિષ્ણુભાઈને તેની તપાસ કરવા મોકલ્યા હતા. જો કે, તે તેના ઘરે અને તેની પત્નીના ઘરે ન હતો. જોકે બે દિવસ બાદ 26મીએ તેનો મત દહ નાની કુમદ કેનાલમાંથી મળી આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે વર્ષ પહેલા હિતેશને ધંધામાં ખોટ પડી હતી.

જેના કારણે તેણે સિંધુ ભવન રોડ પર આવેલી જગદીશભાઈની ઓફિસમાંથી 4 ટકા વ્યાજે લીધા હતા. જોકે, આ પછી વેપારીઓએ તેની પાસેથી પઠાણી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે નારાજ થઈને તેણે આ અંતિમ પગલું ભર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *